ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
4 જુલાઈ 2020
લોકડાઉન દરમિયાન ખેતરો, વાડીઓ અને ફાર્મમાંથી ઉગાડેલા તાજા શાકભાજી અને ફળો, વચેટિયાઓ અને દલાલો સિવાય ડાયરેક્ટ લોકોના રસોડામાં પહોંચી રહ્યું છે ,એટલે કે ખેતરથી ઉત્પાદન સીધા તમારા ઘરે પહોંચતા કરવાની ઝૂંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. આમાં શાકભાજી-ફળ ઉત્પાદકો, ખેડૂતો તથા ગ્રાહકો બંનેને લાભ થઈ રહયો છે. કૃષિ નિષ્ણાંતો એ ખેતર થી સીધા જ ગ્રાહકોને થઈ રહેલા ઉત્પાદનના વેચાણને આવકાર્યું છે અને જનતાએ પણ આ યોજનાને હાથોહાથ અપનાવી લીધી છે. સિધા વેચણની આ યોજનામાં ખેડૂતોના 3790 સંગઠનો જોડાયા છે. જ્યારે છુટક માલ વેચાણ માટે જિલ્લા પ્રશાસન અને સ્થાનિક સત્તાવાળાઓએ મળીને 3212 કેન્દ્રો શરૂ કર્યા હતા. જેમાં 30 મી જૂન સુધીમાં 14 લાખ કવીંટલ શાકભાજી ફળો અને બીજા કૃષિ ઉત્પાદનો નું સીધું વેચાણ થયાની નોંધ એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સીએ કરી છે.
પહેલા ફળ શાકભાજીની ખેતરથી બજાર સુધી પહોંચવાની ક્રિયા ખૂબ જટિલ હતી. ખેડૂતો પોતાનો માલ સૌપ્રથમ એ.પી.એમ.સી માર્કેટ માં મોકલતા હતા, ત્યાંથી આ માલ હોલસેલ વાળા પાસે જતો હતો અને હોલસેલ વાળાઓ પાસેથી આ માલ છોટા ગ્રાહકો અને વેચાણકરો સુધી પહોંચતો હતો. જેમાં છૂટક વેપારી, હોલસેલર, અને દલાલો પોત પોતાનું કમિશન અને નફો ચડાવીને વેચતા હતા. જેનાથી શાકભાજી-ફળોના ભાવો ચાર ગણા વધી જતા હતા. પરંતુ લોકડાઉનને કારણે આ આખી સપ્લાય ચેઇન તૂટી ગઈ છે. જેનો ફાયદો ખેડૂતો અને લોકોને સીધો મળી રહ્યો છે અને આમ સસ્તુ શાક જનતા સુધી પહોંચતું થયું છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com