Site icon

Rajkot: જાણો કઈ રીતે ભારતીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાએ રાજકોટ જિલ્લાની મહિલાઓને બનાવી આત્મનિર્ભર.

Rajkot: રાજકોટ જિલ્લાની બહેનોને માટીકામની તાલીમ આપીને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવતી ભારતીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થા(EDII) દિવાળી પુર્વે ૨૫ જેટલી બહેનોની માટીકામની સ્કિલ અપગ્રેડ કરાઈ

Find out how the Indian Entrepreneurship Development Institute made the women of Rajkot district self-reliant.

Find out how the Indian Entrepreneurship Development Institute made the women of Rajkot district self-reliant.

News Continuous Bureau | Mumbai

Rajkot: વર્તમાન સમયમાં મહિલાઓ ( Women ) આર્થિક રીતે પગભર બને તે માટે ગુજરાત સરકારની ( Gujarat Government ) અનેક સંસ્થાઓ દ્વારા મહિલાઓને તાલીમ આપીને સક્ષમ અને આત્મનિર્ભર બનાવવાના પ્રયત્નો કરવામાં આવે છે જેના ભાગરૂપે ભારતીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થા ( Indian Entrepreneurship Development Institute ) , કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ ( Department of Cottage and Village Industries )  તથા ઈન્ડેક્સ્ટ-સી દ્વારા રાજકોટ શહેરમાં દિવાળી ( Diwali ) પૂર્વે કારીગરોમાં ( artisans )  ક્ષમતાનિર્માણ વિકસે તે માટે ટેરાકોટાના (માટીકામ) વર્કની તાલીમ આપવામાં આવી હતી. જેમાં બહેનોને માટી-કાચ કામ (મડ-મિરર વર્ક), આભલા વર્ક (મિરર વર્ક) જેવી ઘર-સુશોભનની વસ્તુ શીખવવામાં આવી હતી. આ પ્રસંગે તાલીમાર્થી બહેનોને માટીકામની તાલીમ આપીને પગભર બનાવતા શ્રી મિનલબેન દોશીએ જણાવ્યું હતું કે, ભારતીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થા, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ તથા ઈન્ડેક્સ્ટ-સી જેવી સંસ્થાઓ દ્વારા ૧૫ દિવસની તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ભાગ લેનાર ૨૫ જેટલી બહેનોની માટીકામની સ્કિલ અપગ્રેડ કરવામાં આવી, તેઓએ પોતાના વ્યવસાયની કેવી રીતે શરૂઆત કરવી, કેવી રીતે તેનું પેકેજીંગ અને બ્રાન્ડીંગ કરવું તથા તેમના વ્યવસાયમાં કેવી રીતે વિકાસ સાધવો તે અંગેની તાલીમ આપવામાં આવી હતી. માટીકામ માટે ચાકળો ચલાવતા ના આવડતું હોય તેવા બહેનોને પણ તાલીમ આપવામાં આવે છે. માટી-કાચ કામ મડ-મિરર વર્ક, મિરર વર્ક, ડિઝાઈન, કલર કોમ્બીનેશન, કોર્ન વર્ક, ફિલીંગ વર્ક, કલરકામ, ફિનીસીંગ પણ શીખવવામાં આવ્યું છે.

Join Our WhatsApp Community

 તમામ વ્યક્તિની કોઈક કામગીરીમાં નિપુણતા હાંસલ કરીને સાથે મળીને આ બહેનો પોતાનો સ્વતંત્ર રીતે વ્યવસાય વિકસાવી શકે તે માટેની તાલીમ આપવામાં આવી છે. વ્યવસાય શરૂ કર્યાના છ મહિના સુધી માર્કેટીંગ અને પ્રોડક્ટ સપોર્ટ પણ આપવામાં આવે છે, તેમ શ્રી મિનલબેને જણાવ્યું હતું. મહત્વનું છે કે, આ તાલીમમાં ૨૫-૩૦ જેટલી બહેનોનો સમાવેશ કરવામાં આવે છે. આ તાલીમમાં ઉપરોક્ત દર્શાવેલ તમામ કાર્યોની તાલીમ આપવાની સાથે ૧૫ દીવસના રૂ. ૩૦૦ લેખે પ્રતિ તાલીમાર્થીને રૂ. ૪૫૦૦ ચુકવવામાં આવે છે. તાલીમાર્થીઓ માટે કામ શિખવા માટે જરૂરી મટીરીયલ્સ અને ટુલકિટ આપવામાં આવે છે. તેમજ બહેનો માટે બપોરનું ભોજન તથા ચા-પાણીની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. EDII અંગે વિગતો આપતા ક્રેડિટ લીંકેજ અધિકારીશ્રી ઋચા ત્રિવેદીએ જણાવ્યું હતું કે, EDII એટલે ભારતીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થા, અમદાવાદ દ્વારા સમગ્ર કાર્યક્રમનું લીંકેજ કરવામાં આવે છે. હાલમાં જ આ બહેનોને ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ એન્ટરપ્રિન્યોરશિપ લીડ શ્રી હેતલ પાઠક દ્વારા તમામ વસ્તુઓનું મેકિંગ, પેકેજીંગ, માર્કેટીંગ અને બ્રાન્ડીંગ કરવા વિશે સર્વગ્રાહી તાલીમ આપવામાં આવી છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં કૌશલ્ય વિકાસ, તાલીમ અને ક્ષમતા નિર્માણ દ્વારા લોકોના જીવનમાં મજબુત અને મહત્તમ આજીવિકાના વિકલ્પોને પ્રોત્સાહન આપવાનું કાર્ય EDII દ્વારા કરવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : Prime Minister: પ્રધાનમંત્રી શ્રીએ છત્તીસગઢમાં આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજના આશીર્વાદ લીધા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

India-EU FTA Update: ટ્રમ્પના ટેરિફ વોર સામે પીએમ મોદીનો વળતો પ્રહાર! ભારત અને યુરોપ વચ્ચે ઐતિહાસિક ડીલ; 27 જાન્યુઆરીએ દુનિયા જોશે ભારતની તાકાત
Gold Silver Rate Today: હવે ઘરેણું ખરીદવું સપનું બનશે? સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, ઈતિહાસના સૌથી ઉંચા સ્તરે પહોંચી કિંમતો; જાણો કેમ લાગી આ ‘આગ
BCCI: IPL ને મળ્યો નવો ‘AI પાર્ટનર’! Google ની Gemini કંપની સાથે BCCI એ કર્યા 270 કરોડના કરાર; દર વર્ષે તિજોરીમાં આવશે અધધ આટલા કરોડ
Gold Rate Today: અમેરિકા-યુરોપ તણાવ વચ્ચે સોનાના ભાવમાં મોટો વિસ્ફોટ; 10 ગ્રામનો ભાવ ₹1.47 લાખને પાર, જાણો ચાંદીના નવા રેટ.
Exit mobile version