ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,28 જૂન 2021
સોમવાર
પહેલી જુલાઈથી અનેક નિયમોમાં ફેરફાર થઈ રહ્યા છે. તેથી 30 જૂન સુધીમાં અનેક મહત્વના જરૂરી કામ પતાવી લેવા પડશે. અન્યથા તમને નુકસાન થઈ શકે છે.
સિન્ડિકેટ બેન્કના ગ્રાહકોને આ મહિનામાં નવો IFSC CODE લેવો પડશે. પહેલી એપ્રિલ 2020ના સિન્ડિકેટ બેન્કનું કેનેરા બેન્કમાં મર્જ થયું હતું. તેથી હવે પહેલી જુલાઈ 2021થી બેન્કનો IFSC CODE બદલાઈ રહ્યો છે.
તેમ જ આગામી બે દિવસમાં જો PM KISAN સન્માન નિધી યોજના હેઠળ રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું તો નુકસાની થઈ શકે છે. 30 જૂન સુધીમાં નિયમ મુજબ રજીસ્ટ્રેશન કર્યુ તો અરજીનો સ્વીકાર કરાશે. તે મુજબ જૂન અને જુલાઈ 2,000 રૂપિયા મળશે. એ પછી ઓગસ્ટ મહિનામાં પણ હપ્તો ખાતામાં જમા થશે.
SBI, HDFC, ICICI અને બેન્ક બરોડા જેવી ઘણી બેંકોએ ફિક્સ ડિપોઝિટ માટે ખાસ ઓફર કરી છે. જેનો લાભ 30 જૂન પછી નહીં મળશે. સિનિયર સિટિઝન માટે ખાસ ફિક્સ ડિપોઝિટ પર વ્યાજ આપવામાં આવવાનું છે.