Hero Motocorp એ તેનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર કર્યું લોન્ચ- જાણો કિંમત

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

Hero Motocorpની સબ-બ્રાન્ડ Vidaના સ્કૂટર અંગે કંપનીનો દાવો છે કે તે ડેડ બેટરી હોવા છતાં 8 કિલોમીટર સુધીની મુસાફરી કરી શકે છે. તેમાં કીલેસ ફીચર્સ અને 7 ઇંચની TFT સ્ક્રીન છે.

Hero Motocorpએ આખરે તેનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર(Electric scooter) લોન્ચ કર્યું છે. કંપનીએ આ સ્કૂટરને તેની સબ-બ્રાન્ડ Vida હેઠળ લોન્ચ કર્યું છે. પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર Vida 1 સિરીઝ તરીકે રજૂ કરવામાં આવ્યું છે, જેમાં બે સ્કૂટર આવે છે. એકનું નામ Vida 1 અને બીજું Vida 1 Plus છે.

Vida 1 Plusની કિંમત 1.45 લાખ રૂપિયા છે, જ્યારે Vida 1 Proની કિંમત 1.59 લાખ રૂપિયા છે. આ બંને કિંમત એક્સ-શોરૂમ છે. તેમની ડિલિવરી ડિસેમ્બરથી શરૂ થશે. V1 Ola S1 Pro, Ather 450 X Gen 3, Bajaj Chetak અને TVS iQube સાથે કોમ્પિટિશન કરશે.

આ સમાચાર પણ વાંચો :  Google Pixel Watch – શાનદાર ડિસ્પ્લે અને મલ્ટી હેલ્થ ફીચર્સ સાથે મળે છે ઘણું બધું- જાણો કિંમત

ડ્રાઇવિંગ રેન્જ શું છે: Vida 1 Pro વિશે, IDC દાવો કરે છે કે તે 165 કિમી સુધીની ડ્રાઇવિંગ રેન્જ(Driving Range) આપી શકે છે. જ્યારે IDC V1 Plus વિશે દાવો કરે છે કે તે 143 કિમી સુધી દોડી શકે છે. આ સ્કૂટર પોર્ટેબલ ચાર્જર(Scooter Portable Charger) સાથે આવે છે અને તમામ પબ્લિક ફાસ્ટ ચાર્જરને સપોર્ટ(Support for public fast chargers) કરે છે. ઉપરાંત, આ ઈલેક્ટ્રિક સ્કૂટરની બેટરી રિમૂવેબલ છે.

કેવું છે પર્ફોર્મન્સઃ Vida 1 Proના પરફોર્મન્સ વિશે વાત કરીએ તો તે માત્ર 3.2 સેકન્ડમાં 0-40 કિમીની સ્પીડ સુધી પહોંચી જાય છે. જ્યારે V1 પ્લસ માત્ર 3.4 સેકન્ડમાં 0-40 કિમીની સ્પીડ પકડી લે છે. બંને સ્કૂટરની ટોપ સ્પીડ 80 kmph છે.

શું છે ફીચર્સઃ વિડાના સ્કૂટરમાં ક્રૂઝ કંટ્રોલ, રાઇડિંગ મોડ, કીલેસ કંટ્રોલ, એસઓએસ એલર્ટ, ફાઇન્ડ મી લાઇટ, એલઇડી લાઇટિંગ જેવા ઘણા સારા ફિચર્સ છે. ઉપરાંત, તેમાં 7-ઇંચની TFT સ્ક્રીન છે, જે સ્માર્ટ કનેક્ટેડ ફીચર્સ સાથે આવે છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment