News Continuous Bureau | Mumbai
દેશમાં છેલ્લા કેટલાક મહિનાથી સતત વધતી મોંઘવારીને(Inflation) અંકુશમાં રાખવા માટે રિઝર્વ બેન્ક(Reserve Bank) રેપો રેટમાં(repo rate) 1.4 ટકા સુધીનો વધારો કર્યો છે. આ પછી દેશની દરેક સરકારી તેમજ પ્રાઇવેટ બેન્કો(Private banks) કર્મશિયલ બેન્ક(Commercial Bank) એફડીના(FD) વ્યાજદરોમાં(interest rates) વધારો કરી રહી છે. આ તે વરિષ્ઠ નાગરિકો(Senior citizens) માટે ખાસ તક છે, જે એફડીમાં રોકાણ માટેની યોજના બનાવી રહ્યાં છે. આજે અમે વરિષ્ઠ નાગરિકો માટે એ બેન્કની જાણકારી લઇને આવ્યા છે જ્યાં તેઓને એફડી પર 7.50 થી 8.25 ટકા સુધી વ્યાજ મળશે. ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્ક (Small Finance Bank Utkarsh) વરિષ્ઠ નાગરિકોને બે વર્ષની અવધિ અથવા 730 દિવસની એફડી પર 8.25 ટકા વ્યાજ આપે છે. જ્યારે, સામાન્ય નાગરિકોને બેન્ક તરફથી 700 દિવસથી લઇને પાંચ વર્ષની અવધિ વાળી એફડી પર 7.50 ટકા વ્યાજ આપવામાં આવે છે.જના સ્મોલ ફાઇનાન્સ બેન્ક તરફથી 15 જૂનના રોજ જારી કરાયેલા વ્યાજદરો અનુસાર, 2 કરોડથી ઓછી અને એક થી બે વર્ષનો સમયગાળો ધાવતી એફડી પર જન સ્મોલ ફાઇનાન્સ બેન્ક વરિષ્ઠ નાગરિકોને 8.05 ટકા વ્યાજ આપે છે.બંધન બેન્કબંધન બેન્કના વરિષ્ઠ નાગરિકોને 2 કરોડથી ઓછી રકમની એફડી પર 7.5 ટકા વ્યાજ આપવામાં આવે છે. આ વ્યા 18 મહિનાથી વધુ તથા બે વર્ષથી ઓછા સમયગાળાની એફઢી પર બેન્ક તરફથી અપાય છે.ઇંડસઇંડ બેન્કઇંડસઇંડ બેન્ક દ્વારા તાજેતરમાં નવા વ્યાજદરોની સૂચિ બહાર પડાઇ છે. તે અનુસાર બેન્ક તરફથી વરિષ્ઠ નાગરિકોને 2 કરોડથી ઓછી રકમ તેમજ 18 મહિનાથી વધુ અને 2 વર્ષથી ઓછા સમયગાળાની એફડી પર 7.5 ટકા વ્યાજ ઓફર કરવામાં આવે છે.યસ બેન્ક(Yes Bank) દ્વારા જારી કરાયેલા એફડી પરના વ્યાજદરો પ્રમાણે બેન્ક 18 મહિનાથી લઇને 2 વર્ષ સુધીની એફડી પર વરિષ્ઠ નાગરિકોને 7.5 ટકા વ્યાજ આપે છે.
આ સમાચાર પણ વાંચો : સોના-ચાંદીના ભાવમાં ઘટાડો- જાણો આખા સપ્તાહની સરાફા બજારની સ્થિતિ