Site icon

આમ જનતાને મોંઘવારીનો વધુ એક ડોઝ.. ટીવી-રેફ્રિજરેટર ખરીદવા માટે તમારે વધુ પૈસા ચૂકવવા પડી શકે છે, આ છે કારણ..

News Continuous Bureau | Mumbai

જો તમે પણ ટીવી, વોશિંગ મશીન કે રેફ્રિજરેટર(electronic appliances) જેવી કોઈ ઈલેક્ટ્રોનિક ઉપકરણો ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ કામ જલ્દી પતાવી દો. કારણ કે હોમ એપ્લાયન્સીસ(Home appliances) અને કન્ઝ્‌યુમર ઈલેક્ટ્રોનિક્સ કંપની(consumer electronics company)ઓ ટૂંક સમયમાં જ તેમના ઉત્પાદનોની કિંમતો વધારવા જઈ રહી છે. કંપનીઓનું કહેવું છે કે, તેમના ખર્ચમાં અનેક કારણોસર વધારો થયો છે. તેથી તેમની સામે દર વધારવા સિવાય કોઈ વિકલ્પ નથી.

Join Our WhatsApp Community

અમેરિકી ડોલર(US dollar)સામે રૂપિયા(Indian rupee)ની નબળાઈ અને ચીનના શાંઘાઈમાં લોકડાઉન(shanghai lockdown)ના કારણે પણ કંપનીઓ પર દબાણ વધ્યું છે. રૂપિયો નબળો પડવાને કારણે આયાતી માલ(Imprort) મોંઘો થયો છે. એટલા માટે કંપનીઓ હવે તેમની પ્રોડક્ટ્‌સ ૩ થી ૫ ટકા મોંઘી કરવાનું વિચારી રહી છે. 

કોરોના મહામારી(covid pandemic)ના કારણે ચીનના શાંઘાઈ શહેરમાં કડક લોકડાઉન છે. આવી સ્થિતિમાં શાંઘાઇ પોર્ટ (Shanghai port)પર કન્ટેનર જમા થઈ રહ્યા છે. આ પોર્ટ પરથી માલસામાન ન મળવાને કારણે ઘણી કંપનીઓને પાર્ટ્‌સની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. આ કારણે ઉત્પાદકોની ઇન્વેન્ટરી પર દબાણ વધી રહ્યું છે. આયાત પર ર્નિભર કેટલાક ટોચના ઉત્પાદનો બજારમાં ઉપલબ્ધ નથી. 

આ સમાચાર પણ વાંચો: મોટા સમાચાર, હવે ફ્લેટ રજિસ્ટ્રેશન સાથે જ ડીમ્ડ કન્વેયન્સ પણ થઈ જશે. જાણો મહારાષ્ટ્ર સરકારના મોટા નિર્ણય વિશે. જાણો વિગતે.

કન્ઝ્‌યુમર ઈલેક્ટ્રોનિક્સ એન્ડ એપ્લાયન્સીસ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન(Consumer Electronics and Appliances Manufacturers Association) (સીઈએએમએ)ના જણાવ્યા અનુસાર ડોલર સામે રૂપિયાની નબળાઈએ ઈન્ડસ્ટ્રી માટે મુશ્કેલીઓ વધારી દીધી છે. કાચા માલની કિંમતો પહેલેથી જ વધી રહી છે અને હવે ડોલર સામે રૂપિયાના અવમૂલ્યનને કારણે આયાતી સામાન પણ મોંઘો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, હવે કંપનીઓ નફા માટે આવતા મહિના એટલે કે જૂનથી તેમના ઉત્પાદનોની કિંમતોમાં ૩-૫ ટકાનો વધારો કરી શકે છે. એરિકનું કહેવું છે કે, જાે આગામી બે સપ્તાહમાં ડોલર સામે રૂપિયો ૭૫ રૂપિયાના સ્તરે પહોંચશે તો કિંમતો વધી શકશે નહીં. 

પેનાસોનિક ઇન્ડિયા(Panasonic India) અને સાઉથ એશિયા(South Asia)ના સીઇઓ મનીષ શર્માનું કહેવું છે કે, ઇનપુટ કોસ્ટ સતત વધી રહી છે. કંપનીએ છેલ્લી વખત જાન્યુઆરી ૨૦૨૨માં તેના ઉત્પાદનોની કિંમતોમાં વધારો કર્યો હતો. હવે કોમોડિટીના વધતા ભાવને કારણે રેફ્રિજરેટર(Refrigerator), વોશિંગ મશીન(Washing Machine), માઇક્રોવેવ ઓવન(Microwave oven) અને અન્ય ઉપકરણોના ભાવમાં ૪-૫ ટકાનો વધારો થઈ શકે છે. હેર એપ્લાયન્સીસ ઇન્ડિયાના પ્રમુખ સતીશ એનએસ કહે છે કે, શાંઘાઈ લોકડાઉનને કારણે ઘટકોનો પુરવઠો ખોરવાઈ ગયો છે. તેની અસર જૂનમાં જોવા મળશે. સૌથી વધુ અસર એર કંડિશનર (Air conditioner)અને ફ્લેટ પેનલ ટીવી (Flat panel TV)પર પડશે. ફ્રીજ પર તેની ઓછી અસર પડશે. જો કે આ કારણે ભાવમાં મોટો વધારો થવાની શક્યતા તેમણે નકારી કાઢી છે.

આ સમાચાર પણ વાંચો: ઉદયપુરમાં 'ચિંતન શિબિર' વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો, FB પર 'ગુડલક-ગુડબાય' કહીને આ દિગ્ગજ નેતાએ કોંગ્રેસ છોડી.. જાણો વિગતે 

India-EU FTA Update: ટ્રમ્પના ટેરિફ વોર સામે પીએમ મોદીનો વળતો પ્રહાર! ભારત અને યુરોપ વચ્ચે ઐતિહાસિક ડીલ; 27 જાન્યુઆરીએ દુનિયા જોશે ભારતની તાકાત
Gold Silver Rate Today: હવે ઘરેણું ખરીદવું સપનું બનશે? સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, ઈતિહાસના સૌથી ઉંચા સ્તરે પહોંચી કિંમતો; જાણો કેમ લાગી આ ‘આગ
BCCI: IPL ને મળ્યો નવો ‘AI પાર્ટનર’! Google ની Gemini કંપની સાથે BCCI એ કર્યા 270 કરોડના કરાર; દર વર્ષે તિજોરીમાં આવશે અધધ આટલા કરોડ
Gold Rate Today: અમેરિકા-યુરોપ તણાવ વચ્ચે સોનાના ભાવમાં મોટો વિસ્ફોટ; 10 ગ્રામનો ભાવ ₹1.47 લાખને પાર, જાણો ચાંદીના નવા રેટ.
Exit mobile version