Site icon

નાણા પ્રધાન નિર્મલા સીતારમણ પહોંચ્યા સંસદ, આજે આટલા વાગે રજૂ કરશે પેપરલેસ બજેટ; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 01 ફેબ્રુઆરી 2022         

Join Our WhatsApp Community

મંગળવાર 

બજેટ સત્રનો આજે બીજો દિવસ છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે દેશનું સામાન્ય બજેટ રજૂ  કરશે. આ અગાઉ સોમવારે તેમણે ફાઈનાન્સિયલ યર 2021-22નો આર્થિક સર્વે રજૂ કર્યો હતો. ઈકોનોમિક સર્વેમાં એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે, આગામી ફાઈનાન્સિયલ યરમાં દેશનો વિકાસ દર  8-8.5 ટકા રહેશે. ત્યારે હવે સૌની નજર ફાઈનાન્સિયલ યર 2022-23ના કેન્દ્રીય બજેટ પર છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ ભવન પહોંચ્યા છે. બજેટ પર ચર્ચા માટે કેબિનેટ બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં બજેટને મંજૂરી મળ્યા બાદ તેને સંસદમાં રજૂ કરવામાં આવશે. પીએમ મોદીની સાથે રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, રેલવે અને સંચાર તથા આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ, સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી પણ કેબિનેટ બેઠકમાં સામેલ છે. 

મુંબઈગરાઓ સાવચેત રહેજો, શહેરમાં કોરોનાના નવા દર્દીઓ તો ઘટ્યા પણ મૃત્યુઆંકમાં થયો વધારો; આજે આટલા લોકોએ ગુમાવ્યો જીવ 

નાણા મંત્રી નિર્મલા સીતારામણ 11:00 વાગ્યે પોતાની બજેટ સ્પીચ વાંચવાનું શરૂ કરશે. સામાન્ય રીતે બજેટ સ્પીચ 90થી 120 મિનિટની હોય છે. જોકે, નાણા મંત્રી નિર્મલા સીતારમણ નામે સૌથી લાંબી બજેટ સ્પીચ આપવાનો રેકોર્ડ છે. 

03:45 કલાકે નેશનલ મીડિયા સેન્ટર ખાતે બજેટ પછીની પ્રેસ કોન્ફરન્સ યોજાશે. ત્યારબાદ નાણા મંત્રી સાંજે 5:00 વાગ્યાથી 5:45 વાગ્યા દરમિયાન સંસદ ટીવી અને દૂરદર્શન પર બજેટ પછી ઇન્ટરવ્યૂ આપશે. 

Anil Ambani ED Case: અનિલ અંબાણી ગ્રુપ પર EDનો ગાળિયો કસાયો: 13 રાજ્યોમાં ₹581 કરોડની 31 મિલકતો જપ્ત
LPG Supply Crisis: ગેસ સંકટનો માસ્ટરપ્લાન: ઘરે-ઘરે પહોંચ્યા ઇન્ડક્શન ચૂલા! ઈ-કોમર્સ સાઈટ્સ પર સ્ટોક ખૂટ્યો, રેકોર્ડબ્રેક વેચાણથી કંપનીઓ માલામાલ
Gold and Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ગાબડું! ચાંદી ₹૧,૫૦૦થી વધુ તૂટી, સોનું પણ સસ્તું થયું; રોકાણકારો માટે સોનેરી તક
Gold and Silver Prices Today: ક્યાં જઈને અટકશે સોનાની કિંમત? એક જ દિવસમાં ચાંદી ₹૮,૭૪૦ ઉછળી, સોનું ₹૧.૬૧ લાખને પાર; જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ.
Exit mobile version