News Continuous Bureau | Mumbai
FM Sitharaman : નાણાપ્રધાન નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) સોમવારે એક ઓનલાઇન ચર્ચામાં દાવો કરતા કહ્યું હતું કે, વિશ્વભરના રોકાણકારોએ ‘ગભરાવાની જરૂર નથી’. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ‘સારી બહુમતી’ સાથે વર્ષ 2024માં સત્તામાં પાછા ફરશે. તેમણે કહ્યું કે, સરકાર (Govt) આર્થિક વિકાસની ગતિને વેગ આપવા માટે વ્યવસ્થિત સુધારાઓ લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છે.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ‘ઈન્ડિયા ગ્લોબલ ફોરમ’ દ્વારા આયોજિત આ ચર્ચામાં કહ્યું હતું કે, ‘રોકાણકારોએ (Investors) એપ્રિલ-મે 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણીના પરિણામોથી ગભરાવાની જરૂર નથી.’ તેમણે કહ્યું કે, ઘણા લોકો રાજકીય વાતાવરણ અને જમીની સ્તરની વાસ્તવિકતાઓ પણ જોઈ રહ્યા છે. આજે સ્થિતિ એવી છે કે વડાપ્રધાન મોદી પાછા આવી રહ્યા છે. સારી બહુમતી સાથે પાછા આવી રહ્યા છે. સીતારમને કહ્યું કે, વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની સરકારે ઘણી પહેલ કરી છે, જેણે દરેક ભારતીયનું જીવન બદલી નાખ્યું છે અને વ્યવસાયિક વાતાવરણમાં સુધારો કર્યો છે. આ સાથે તેમણે કહ્યું કે, આ સરકારે કોઈના માટે નહીં પરંતુ દરેક માટે કામ કર્યું છે.
આ સમાચાર પણ વાંચો : India vs Canada Row: ‘ભારત આરોપોને ગંભીરતાથી લે.. અમેરિકાના દાવા બાદ કેનેડાના PM જસ્ટિન ટ્રુડોનું મોટું નિવેદન… જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો..
10 લાખ નોકરીઓ આપવા પ્રતિબદ્ધ
નાણાપ્રધાને રોજગારના મુદ્દે કહ્યું કે, કેન્દ્ર સરકાર દર મહિને યોજાતા રોજગાર મેળાઓ દ્વારા આ વર્ષે ડિસેમ્બર સુધીમાં દેશના યુવાનોને 10 લાખ નોકરીઓ આપવા માટે પ્રતિબદ્ધ છે, જેમાંથી આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ આઠ લાખ નોકરીઓ આપવામાં આવી છે. ક્લાઈમેટ એક્શન અંગે નાણામંત્રીએ કહ્યું કે, ભારત પોતાના પૈસાથી આ દિશામાં આગળ વધી રહ્યું છે. તેમણે અશ્મિભૂત ઇંધણમાંથી સ્વચ્છ ઊર્જા તરફના સંક્રમણને ઉભરતી અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓ માટે ફાઇનાન્સ માટે એક પડકાર તરીકે વર્ણવ્યું હતું.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.