Site icon

કરોડપતિ બનવા માટે દરરોજ બચાવો ફક્ત 333 રૂપિયા- અપનાવો રોકાણનો આ ફોર્મ્યુલા

Bangladeshi banks plan India rupee transactions as reserves fall

Bangladeshi banks plan India rupee transactions as reserves fall

 News Continuous Bureau | Mumbai

થોડી રકમ જમા કરીને પણ તમે કરોડપતિ(millionaire) બની શકો છો. તે અસંભવ નથી. હવે તમે કેટલા સમયમાં કરોડપતિ બનશો, તે તમારી બચત કરવાની ક્ષમતા પર નિર્ભર કરે છે. જો તમારું લક્ષ્ય 20 વર્ષમાં અમીર બનવાનું છે,તો તમે નિયમિત અને શિસ્તબદ્ધ રકમના રોકાણ(Invest regular and disciplined amount) દ્વારા પણ આ પ્રાપ્ત કરી શકો છો. તે પણ મહત્વનું છે કે તમે આ સમયગાળા માટે યોગ્ય રોકાણ વિકલ્પ(Investment option) પસંદ કરો અને સમયાંતરે તમારા રોકાણ પોર્ટફોલિયોની સમીક્ષા(Portfolio Review) કરતા રહો. આવો, ચાલો જાણીએ કયું રોકાણ ફોર્મ્યુલા છે જે તમને 20 વર્ષમાં કરોડપતિ બનાવી શકે છે.

Join Our WhatsApp Community

20 વર્ષમાં કરોડપતિ બનવા માટે નાની રકમનું અહીં કરો રોકાણ

જો તમે કોઈપણ ફાઈનેન્શિયલ એડવાઈઝર(Financial Advisor) સાથે વાત કરો છો અથવા વિવિધ એસેટ ક્લાસના ઐતિહાસિક રિટર્નની(historical returns) તુલના કરો છો, તો તમે જોશો કે રિયલ એસ્ટેટ(real estate), સોનું અથવા ડેટની તુલનામાં ઈક્વિટી શેરોએ(Equity shares) સૌથી વધુ રિટર્ન આપ્યું છે. ઇક્વિટી શેરમાં રોકાણ કરવા માટે તમે શેરબજારને(stock market) સમજો તે જરૂરી નથી. તેના માટે તમે મ્યુચ્યુઅલ ફંડ મેનેજર્સની(Mutual Fund Managers) કુશળતા પર વિશ્વાસ કરી શકો છો. તમે 20 વર્ષની મુદત સાથે સારી કામગીરી બજાવતા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન(Systematic Investment Plan ) (SIP) દ્વારા રોકાણ કરીને ઉત્તમ રિટર્ન મેળવી શકો છો. જો કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા, તમારે તમારી જોખમ લેવાની ક્ષમતા અને વર્તમાન નાણાકીય પરિસ્થિતિની સમીક્ષા કરવી જોઈએ જેથી તમે જે રોકાણની શરૂઆત કરી છે, તે વચ્ચે બંધ ન થઈ જાય.

આ સમાચાર પણ વાંચો :  4Gનો ગયો જમાનો- હવે આવી ગયું 5G વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચ કરી 5G ઇન્ટરનેટ સેવા- જાણો સામાન્ય લોકોને ક્યારે મળશે સુવિધા

કેવી રીતે બની શકો છો કરોડપતિ

જો તમારું લક્ષ્ય 20 વર્ષમાં કરોડપતિ બનવાનું છે, તો તે અશક્ય નથી. તેના માટે તમારે દરરોજ 333 રૂપિયાની બચત કરવી પડશે. એટલે કે તમારે એક મહિનામાં 10,000 રૂપિયાની બચત કરવી પડશે. તમારે આ રકમનું રોકાણ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં વ્યવસ્થિત ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્(Investment Plan) દ્વારા કરવું જોઈએ. જો 5 વર્ષની રિટર્નની વાત કરીએ તો ટાટા ડિજિટલ ઈન્ડિયા ફંડે 27.62 ટકા, ICICI પ્રુ ટેક્નોલોજીએ 26.70 ટકા, SBI ટેક્સ એડવાન્ટેજ(Tax advantage) 23.90 ટકા અને ક્વોન્ટ ટેક્સ પ્લાને(Quant tax plan) 23.65 ટકા રિટર્ન આપ્યું છે, પરંતુ અમે સરેરાશ 13 ટકા રિટર્ન ધારીને ચાલીએ છીએ. જો તમને વાર્ષિક 13 ટકા રિટર્ન મળે તો પણ તમારી રોકાણ કરેલી રકમ 20 વર્ષમાં વધીને 1,13,32,424 રૂપિયા થઈ જશે. તમારા રોકાણની મૂળ રકમ 24,00,000 રૂપિયા જ હશે. આને કહેવાય છે ચક્રવૃદ્ધિની તાકત. જો તમે સમયાંતરે તમારા રોકાણની રકમમાં વધારો કરો છો, તો તમે આ લક્ષ્યને વધુ ઝડપથી પ્રાપ્ત કરી શકો છો. 

અપનાવો આ ત્રણ ફોર્મ્યુલા

એ સાચું છે કે કરોડપતિ બનવા માટે માત્ર બચત કે રોકાણ પૂરતું નથી. તે સુનિશ્ચિત કરવું પણ મહત્વપૂર્ણ છે કે જેમ જેમ તમારી આવક વધે છે, તમે તે મુજબ રોકાણની રકમમાં વધારો કરો. બિનજરૂરી ખર્ચ ન કરો અને લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યથી તમારું નાણાકીય આયોજન(Financial planning) કરો.

નોંધ – કોઈ પણ રોકાણ કરતા પહેલા તમારા વિશેષજ્ઞની સલાહ જરુર લો.

આ સમાચાર પણ વાંચો : મોંઘવારીનો વધુ એક ડામ- તહેવારો ટાણે જ અદાણીએ CNG ગેસના ભાવમાં કર્યો વધારો- જાણો નવા રેટ

Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Exit mobile version