ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ઑક્ટોબર, 2021
શનિવાર
વેપારીઓના આકરા વિરોધના પગલે ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથૉરિટીને તેમનો વિવાદાસ્પદ આદેશને અમલમાં મૂકવાનું હાલ પૂરતું મોકૂફ રાખવું પડ્યું છે. ફૂડ સેફ્ટીના આદેશ મુજબ વેચવામાં આવેલા માલનાં બિલ, ચલન અને રસીદ પર ખરીદદાર વેપારીના લાઇસન્સ અથવા રજિસ્ટ્રેશન નંબર લખવાનું ફરિજયાત હતું. તાત્પૂરતા મોકૂફ રાખવામાં આવેલો આ આદેશ જોકે પહેલી જાન્યુઆરી, 2022થી અમલમાં મુકાય એવી શક્યતા છે.
ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથૉરિટીએ ચાલુ વર્ષમાં 8 જૂનના આ વિવાદાસ્પદ આદેશ બહાર પાડ્યો હતો. એ મુજબ પહેલી ઑક્ટોબરથી વેપારીઓને એ અમલમાં મૂકવાનો હતો. કૉન્ફડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ)ના મહાનગર અધ્યક્ષ અને ખાદ્ય તેલ વેપારી મહાસંઘના અધ્યક્ષ શંકર ઠક્કરના જણાવ્યા મુજબ વેપારીઓને આવી રહેલી અડચણો બાબતે ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથૉરિટીને વાકેફ કરવામાં આવી હતી. તેઓએ વેપારીઓને આવી રહેલી સમસ્યા પર અભ્યાસ કરી યોગ્ય નિર્ણય લેવાનું આશ્વાસન આપ્યું હતું.