ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
04 ઓગસ્ટ 2020
વોટ્સએપ હવે ભારતમાં તેની સર્વિસ વધારવાની તૈયારી કરી રહ્યું છે. આ ક્રમમાં, ટૂંક સમયમાં વોટ્સેપના પ્લેટફોર્મ પરથી નાણાંની ચુકવણી કરવાની સેવાનો લાભ પણ મળશે. જે માટે તેણે ભારત સરકારના તમામ નીતિ નિયમો અંતર્ગત કામ કર્યું છે. એન.પી.સી.આઇ એ અને આર.બી.આઈ દ્વારા જાહેર કરેલા ડેટા (સર્વર ભારતમાં હોવું જોઈએ) અને ચુકવણી કરવાની માર્ગદર્શિકા પર પણ સંમતી બની ગઈ છે. એક વિદેશી કંપની હોવાથી વોટ્સએપ એ કેટલીક આંતરરાષ્ટ્રીય કાનૂનોનું પાલન કરવાની ગાઈડલાઈન પણ અનુસરવી પડશે. એના પર પણ બન્ને પક્ષે એટલે કે નાણાં મંત્રાલય અને 'વોટ્સએપ પે' વચ્ચે ની કાગજી કાનૂની કાર્યવાહી સંપૂર્ણ થઈ ગયી છે.
અહીં એ જાણવું રસપ્રદ રહેશે કે, વોટ્સએપ એ તેની પેમેન્ટ સર્વિસ "વોટ્સ એપ પે" નું પરીક્ષણ ભારતમાં 2018 માં પ્રાયોગિક ધોરણે શરૂ કરી દીધું હતું . તેની યુપીઆઈ આધારિત સેવા વપરાશકર્તાઓને નાણાં મોકલવા અને પ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે. પેટીએમ, ફ્લિપકાર્ટની ફોનપે અને ગૂગલ પે ને ટક્કર આપવા હવે 'વોટ્સએપ પૅ' મેદાનમાં આવ્યું છે…
વોટ્સએપે મીડિયાને આપેલા નિવેદનમાં કહ્યું છે કે, "અમારી ટીમ તમામ ધારા ધોરણોને પૂરા કરવા માટે ગયા વર્ષથી જ સખત મહેનત કરી રહી હતી. આખરે નાણાં મંત્રાલય અને RBI પાસેથી જરૂરી ક્લિયરન્સ મળી ગયું છે. વોટ્સએપ એ વડા પ્રધાન મોદીના 'ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામને હેઠળ' રોકાણ કરી ભારતના નાગરિકોને આર્થીક લેવડદેવડ ની સુવિધા આપવા સજ્જ છે."
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com