Site icon News Continuous Bureau | Mumbai

શેનો બિઝનેસ કરે છે? મસ્કને પાછળ છોડનાર દુનિયાના નંબર વન ધનિક વ્યક્તિ.. જાણો કેટલી છે તેમની પાસે સંપત્તિ..

Bernard Arnault

Bernard Arnault

 News Continuous Bureau | Mumbai

શું તમે જાણો છો કે અત્યારે દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ કોણ છે? ન જાણતા હો તો જાણી લો. તે વ્યક્તિ છે – બર્નાર્ડ આર્નોલ્ટ. તેઓ ફ્રાન્સના પીઢ ઉદ્યોગપતિ છે, જેઓ લુઈ વિટનના અધ્યક્ષ છે. તેમની પાસે એટલી સંપત્તિ છે કે વિશ્વના ઘણા દેશોની જીડીપી પણ ઓછી પડશે.

Join Our WhatsApp Channel

થોડા દિવસો પહેલા સુધી અમેરિકન બિઝનેસમેન એલોન મસ્કનું નામ સૌથી અમીર વ્યક્તિ તરીકે લેવામાં આવતું હતું, પરંતુ ગયા મહિને મસ્ક વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં પ્રથમ સ્થાનેથી બીજા નંબર પર આવી ગયા હતા. હવે અહેવાલ છે કે મસ્કને પાછળ છોડી દેનાર બર્નાર્ડ આર્નોલ્ટની નેટવર્થ વધીને $200 બિલિયન થઈ ગઈ છે.

આ સમાચાર પણ વાંચો:  હનુમાન જયંતિ પર મેષ, તુલા સહિત આ રાશિઓનું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે, તો આ 3 રાશિવાળા લોકોએ રાખવી પડશે સાવધાની..

લુઈસ વીટન (LVMH) ના ચેરમેન સૌથી વધુ નેટવર્થ ધરાવે છે
લુઈસ વીટન (LVMH) ના ચેરમેન અને સીઈઓ અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બર્નાર્ડ આર્નોલ્ટની નેટવર્થ $200 બિલિયનને વટાવી ગઈ છે, ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, તેમની કંપનીના શેર રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા છે. આ સાથે, તેઓ વ્યક્તિગત સંપત્તિની આટલી ઊંચાઈએ પહોંચનાર ત્રીજા વ્યક્તિ બન્યા. અગાઉ આ માઈલસ્ટોન અગાઉ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ દ્વારા હાંસલ કરવામાં આવ્યા હતા, જોકે તે બંને હવે બર્નાર્ડ આર્નોલ્ટથી પાછળ છે.

બર્નાર્ડ આર્નોલ્ટની નેટવર્થ કેટલી છે?
લક્ઝરી ફેશન બ્રાન્ડ LMVH ના માલિક બર્નાર્ડ આર્નોલ્ટની નેટવર્થમાં કેટલાંક અબજ ડોલરનો ઉછાળો આવ્યો છે અને તે $200 બિલિયનને પાર કરી ગયો છે. ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર્સ લિસ્ટ મુજબ, એલોન મસ્કની કુલ સંપત્તિ $19,420 મિલિયન છે. તે જ સમયે, બર્નાર્ડ આર્નોલ્ટની કુલ નેટવર્થ $212.8 બિલિયન સુધી પહોંચી ગઈ છે.

RBI Plastic Currency Notes ₹૧૦ અને ₹૨૦ ની ખરાબ અને ફાટેલી નોટોની ઝંઝટમાંથી કાયમ માટે મુક્તિ! ભારતમાં જ છપાશે પોલિમર કરન્સી; જાણો તમામ સિક્યોરિટી ફીચર્સ
Ambani Family Visits Siddhivinayak Temple Jio IPO ના ધમાકેદાર લિસ્ટિંગ બાદ અંબાણી પરિવાર સિદ્ધિવિનાયકના ચરણે ગણપતિ બાપ્પાના આશીર્વાદ લીધા
Anant Ambani Emotional Speech જિયો લિસ્ટિંગ સેરેમનીમાં અનંત અંબાણીનું ભાવુક સંબોધન ભાઈબહેન અને પરિવારના સંઘર્ષને યાદ કરતાં મુકેશ અંબાણીની આંખો છલકાઈ
Mobile PLI Scheme Big Success મોદી સરકારની મોબાઈલ PLI સ્કીમ સુપરહિટ ₹૧૯,૦૦૦ કરોડના ઇન્સેન્ટિવ સામે તિજોરીમાં ₹૩.૨૫ લાખ કરોડનો ટેક્સ ઠલવાયો
Exit mobile version