News Continuous Bureau | Mumbai
રૂપિયાના મૂલ્યમાં(value of rupees) ઘટાડાની સાથે વિદેશી હૂંડિયામણના(Foreign Exchange) મામલે પણ ભારતની સ્થિતિ કથળી રહી છે.
15મી જુલાઇના રોજ સમાપ્ત થયેલા સપ્તાહના અંતે ભારતનું ફોરેક્સ રિઝર્વ (Forex Reserve) 7.541 અબજ ડોલર(Billion dollar) ઘટીને 572.712 અબજ ડોલર નોંધાયું છે, જે છેલ્લા 20 મહિનામાં સૌથી ઓછું છે.
ડોલરની સામે રૂપિયાના મૂલ્યમાં સતત ધોવાણને રોકવા માટે રિઝર્વ બેન્કે(RBI) અમેરિકન કરન્સીની(American Currency) વેચવાલી કરી હોવાના લીધે વિદેશી હૂંડિયામણ નોંધપાત્ર ઘટ્યુ હોવાનું મનાય છે.
ઉપરાંત વિદેશી રોકાણકારોની(Foreign Investors) વેચવાલી અને અમેરિકાની(USA) ફેડરલ રિઝર્વ(Federal Reserve) દ્વારા વ્યાજદરમાં તીવ્ર વૃદ્ધિથી પણ ડોલર ઇન્ડેક્સ(Dollar Index) સતત મજબૂત થઇ રહ્યો છે જેનાથી રૂપિયા પર દબાણ વધી રહ્યુ છે.
આ સમાચાર પણ વાંચો : વેપારીઓને મળી મોટી રાહત- સુપ્રીમ કોર્ટે વેટની બાકી ટેક્સક્રેડિટ લેવા GST પોર્ટલ આટલા દિવસ ખુલ્લુ રાખવાનો કાઉન્સિલને કર્યો આદેશ- જાણો વિગતે