ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
22 ઓક્ટોબર 2020
રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રધુરામ રાજને બુધવારે સરકારના 'આત્મનિર્ભર ભારત' યોજના હેઠળ આયાત પ્રતિસ્થાપનને પ્રાધાન્ય આપવા મામલે સાવધાન કર્યા હતા. તેમણે કહ્યું કે દેશમાં પહેલા પણ આ રીતના પ્રયાસો થઇ ચૂક્યા છે. પણ આપણે સફળ નથી રહ્યા. આ રસ્તા પર આગળ વધવાને લઇને હું સાવધાન કરવા માંગુ છું.
રાજાને એક વેબિનારને સંબોધિત કરતા આ વાત કહી હતી. તેમણે કહ્યું કે દેશના નિર્યાતકરોને પોતાના નિર્યાતને સસ્તો રાખવા માટે આયાત કરવાની જરૂર હોય છે. જેથી તે આ આયાત કરેલા માલનો ઉપયોગ કરીને તૈયાર માલ બનાવી નિર્યાતમાં કરી શકે. ચીન પણ અનેક દેશોથી આયાત કરે છે. રાજને સ્પષ્ટ કહ્યું કે ચીન એક નિર્યાત તાકાતની રીતે ઊભરી રહ્યો છે. તે બહારથી વિભિન્ન સામાનોની આયાત કરી તેને એસેમ્બલ કરે છે અને પછી તેને નિર્યાત કરે છે.
રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નરે કહ્યું કે, વાસ્તવિક સમસ્યાને ઓળખીને સુધારા તરફ આગળ વધવું યોગ્ય છે. પરંતુ આ પ્રક્રિયામાં તમામ પક્ષોની સંમતિ જરૂરી છે. 'લોકો, વિવેચકો, વિરોધી પક્ષો પાસે કેટલાક સારા સૂચનો હોઈ શકે છે, આ તમામ સૂચનો માંથી સારો રસ્તો શોધી શકાય છે. લોકશાહીમાં સર્વસંમતિ બને તે મહત્ત્વનું છે.'
