News Continuous Bureau | Mumbai
FPI Investment: દેશમાં શેરબજારમાં ( stock market ) સતત બે મહિનાના ઉછાળા પછી, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ ( FPIs ) જૂનમાં ફરી એકવાર ભારતીય શેરબજારોમાં ખરીદદાર ( Indian equities ) બન્યા છે. શેરબજારોમાં મજબૂત ઉછાળા વચ્ચે FPIsએ જૂનમાં રૂ. 26,565 કરોડના શેરની ખરીદી કરી હતી. FPI ખરીદી બજાર અથવા વ્યાપક ક્ષેત્ર આધારિત હોવાને બદલે થોડા શેરોમાં કેન્દ્રિત રહી હતી.
મે મહિનામાં અગાઉ ચૂંટણી પરિણામો અંગેની મૂંઝવણ વચ્ચે FPIsએ શેરમાંથી રૂ. 25,586 કરોડ પાછા ખેંચી લીધા હતા. મોરેશિયસ સાથે ભારતની ટેક્સ સંધિમાં ફેરફાર અને યુએસમાં બોન્ડ યીલ્ડમાં વધારો થવાની ચિંતા વચ્ચે FPIsએ એપ્રિલમાં રૂ. 8,700 કરોડથી વધુના શેરનું વેચાણ કર્યું હતું. માર્ચમાં શેર્સમાં રૂ. 35,098 કરોડ અને ફેબ્રુઆરીમાં રૂ. 1,539 કરોડનું ચોખ્ખું રોકાણ થયું હતું, જ્યારે જાન્યુઆરીમાં તેઓએ રૂ. 25,743 કરોડ પાછા ખેંચ્યા હતા.
FPI Investment: FPIsએ જૂનમાં ડેટ અથવા બોન્ડ માર્કેટમાં રૂ. 14,955 કરોડનું રોકાણ કર્યું હતું…
ડેટા અનુસાર, FPIsએ જૂનમાં ડેટ અથવા બોન્ડ માર્કેટમાં ( bond market ) રૂ. 14,955 કરોડનું રોકાણ કર્યું હતું. તો 2024માં અત્યાર સુધીમાં બોન્ડ માર્કેટમાં FPIનું રોકાણ રૂ. 68,624 કરોડ રહ્યું હતું. મે મહિનામાં FPIએ ડેટ માર્કેટમાં રૂ. 8,761 કરોડનું રોકાણ કર્યું હતું. અગાઉ, વિદેશી રોકાણકારોએ ( Foreign investors ) માર્ચમાં બોન્ડ માર્કેટમાં રૂ. 13,602 કરોડ, ફેબ્રુઆરીમાં રૂ. 22,419 કરોડ અને જાન્યુઆરીમાં રૂ. 19,836 કરોડનું રોકાણ કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો: Paris Olympics 2024: પ્રધાનમંત્રીએ પેરિસ ઓલિમ્પિક 2024 માટે ભારતીય ટુકડીને શુભેચ્છાઓ પાઠવી
નોંધનીય છે કે, છેલ્લા ટ્રેડિંગ સપ્તાહમાં સેન્સેક્સ 1,822.83 પોઈન્ટ્સ અથવા 2.36 ટકા વધ્યો હતો, જ્યારે નિફ્ટી 509.5 પોઈન્ટ્સ અથવા 2.16 ટકા વધ્યો હતો. જૂન મહિનામાં સેન્સેક્સમાં ( Sensex ) કુલ 7.14 ટકાનો ઉછાળો આવ્યો હતો, જે કોઈપણ એક મહિનાનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. 28 જૂને સેન્સેક્સ 210.45 પોઈન્ટ અથવા 0.27 ટકા ઘટીને 79,032.73 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 33.90 પોઈન્ટ અથવા 0.14 ટકાના ઘટાડા સાથે 24,010.60 પર બંધ રહ્યો હતો.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)