FPI Investor: વિદેશી રોકાણકારો આકર્ષાય રહ્યા છે ભારતીય શેરબજારથી, દરરોજ રોકાણ કરી રહ્યા છે આટલા કરોડ રુપિયા.. જાણો વિગતે

FPI Investor: ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અને એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ અંદાજમાં વધારાને કારણે એફપીઆઈ રોકાણ પણ આગળ વધશે. બભારતીય શેરબજાર અને ડેટ કે બોન્ડ માર્કેટ આ વર્ષે સાનુકૂળ સ્થિતિમાં છે. આનાથી દેશમાં વિદેશી પ્રવાહ આકર્ષિત વધુ થશે.

by Bipin Mewada
FPI Investor Foreign investors are attracted to the Indian stock market, investing daily Rs. 54 crores.. know in detail..

News Continuous Bureau | Mumbai

FPI Investor:  ભારતીય શેરબજાર ( Indian Stock Market ) હવે વિદેશી રોકાણકારો માટે પ્રિય સ્થળ બની ગયું છે. આ જ કારણ છે કે ઓવરવેલ્યુ હોવા છતાં વિદેશી રોકાણકારો દ્વારા અહીં શેરબજારમાં સતત રોકાણ કરવામાં આવી રહ્યું છે. જુલાઈના પહેલા 27 દિવસમાં આમાં વિદેશી રોકાણકારોએ શેરબજારમાં દરરોજ લગભગ 54 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. ખાસ વાત એ  છે કે  આ સતત બીજો મહિનો છે જ્યારે વિદેશી રોકાણકારોએ શેરબજારમાં 25 હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા છે.  

આ પહેલા જૂન મહિનામાં 26 હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો હતો. જો કે , જુલાઈના આંકડા 40 હજાર કરોડ રૂપિયાથી ઉપર પહોંચી શકે છે. જો કે, સપ્તાહના છેલ્લા 3 ટ્રેડિંગ દિવસોમાં અથવા બજેટ પછી વિદેશી રોકાણકારોએ ( Foreign investors ) શેરબજારમાંથી રૂ. 7 હજાર કરોડથી વધુ રકમ ઉપાડી લીધી હતી. ચાલો તમને એ પણ જણાવીએ કે જુલાઈ મહિનામાં વિદેશી રોકાણકારોએ સ્ટોક માર્કેટમાં ( Stock Market ) કેટલું રોકાણ કર્યું અને ડેટ માર્કેટમાં કેટલું રોકાણ કર્યું. 

FPI Investor: વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ ચાલુ મહિને અત્યાર સુધીમાં ભારતીય શેરબજારમાં રૂ. 33,600 કરોડથી વધુનું રોકાણ કર્યું હતું…

ડિપોઝિટરી ડેટા અનુસાર, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો ( FPIs ) એ ચાલુ મહિને (26 જુલાઈ સુધી) શેર્સમાં ચોખ્ખું રૂ. 33,688 કરોડનું રોકાણ કર્યું હતું. આ અગાઉ જૂનમાં શેર્સમાં રૂ. 26,565 કરોડનું રોકાણ થયું હતું. FPIsએ મે મહિનામાં ચુંટણીના પરિણામો અંગેની મૂંઝવણ વચ્ચે સ્ટોકમાંથી રૂ. 25,586 કરોડ ઉપાડી લીધા હતા. મોરેશિયસ સાથે ભારતની ટેક્સ સંધિમાં ફેરફાર અને યુએસમાં બોન્ડ યીલ્ડમાં વધારો થવાની ચિંતાને કારણે FPIsએ એપ્રિલમાં સ્ટોક્સમાંથી રૂ. 8,700 કરોડથી વધુની રકમ પાછી ખેંચી લીધી હતી. ડેટા અનુસાર, શેર સિવાય, FPIs એ સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન ડેટ અને બોન્ડ માર્કેટમાં પણ રૂ. 19,223 કરોડનું રોકાણ કર્યું હતું. બોન્ડ માર્કેટમાં FPI રોકાણ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં રૂ. 87,847 કરોડ સુધી પહોંચી ગયું છે.

આ સમાચાર પણ વાંચો: Shiksha Saptah: શિક્ષણ મંત્રાલય એક સપ્તાહ સુધી ચાલનારા અભિયાન “શિક્ષા સપ્તાહ”ની સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની ચોથી વર્ષગાંઠ ઉજવી રહ્યાં છે

સતત નીતિગત સુધારાની અપેક્ષાઓ, સતત આર્થિક વૃદ્ધિ અને કંપનીઓના અપેક્ષા કરતાં વધુ સારા ત્રિમાસિક પરિણામોની અપેક્ષાઓ વચ્ચે, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ ચાલુ મહિને અત્યાર સુધીમાં ભારતીય શેરબજારમાં રૂ. 33,600 કરોડથી વધુનું રોકાણ કર્યું હતું. જો કે, સરકારે બજેટમાં ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ ટ્રેડિંગ (F&O) પર ટેક્સ વધાર્યા અને ઇક્વિટી રોકાણોમાંથી મૂડી નફો કર્યા પછી FPIsએ છેલ્લા ત્રણ ટ્રેડિંગ સત્રો ( Trading sessions ) (જુલાઈ 24-26)માં સ્ટોક્સમાંથી રૂ. 7,200 કરોડથી વધુ ઉપાડી લીધા હતા. બજારના નિષ્ણાતો માને છે કે ભારતીય શેરબજાર આ વર્ષે વિદેશી રોકાણ આકર્ષવા માટે સારી સ્થિતિમાં છે. જો કે, કેટલાક વિકાસને લીધે, માસિક ધોરણે કેટલીક વધઘટ થઈ શકે છે.

FPI Investor:ભારત હાલ આર્થિક રીતે તેની મજબૂત સ્થિતિમાં છે…..

ભારત હાલ આર્થિક રીતે તેની મજબૂત સ્થિતિમાં છે. આ સિવાય કંપનીઓના ત્રિમાસિક પરિણામો પણ અપેક્ષા કરતા સારા રહ્યા છે. તેનાથી કોર્પોરેટ જગતની બેલેન્સ શીટમાં પણ સુધારો થયો છે. આ સિવાય સપ્ટેમ્બરમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કાપની અપેક્ષા પણ હવે વધી છે.

તો ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) અને એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી) દ્વારા ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) અંદાજમાં વધારાને કારણે એફપીઆઈ રોકાણ પણ આગળ વધશે. બભારતીય શેરબજાર અને ડેટ કે બોન્ડ માર્કેટ આ વર્ષે સાનુકૂળ સ્થિતિમાં છે. આનાથી દેશમાં વિદેશી પ્રવાહ આકર્ષિત વધુ થશે. જોકે, મહિના-દર-મહિનાના આધારે કેટલીક વધઘટ જોવા મળી શકે છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

આ સમાચાર પણ વાંચો:  Navi Mumbai Girl Murder : નવી મુંબઈના રેલવે સ્ટેશન પાસે યુવતીની હત્યા, ઝાડીઓમાંથી લાશ મળી; પોલીસને છે આ શંકા

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More