News Continuous Bureau | Mumbai
તમે Disney + Hotstar પર પણ ફ્રીમાં સબ્સ્ક્રાઇબ કરી શકો છો. આ સાથે તમે ભારત vs પાકિસ્તાન મેચ ફ્રીમાં જોઈ શકો છો. આ માટે તમે ફ્લિપકાર્ટ અથવા ટેલિકોમ ઓપરેટરની મદદ લઈ શકો છો. ડિઝની + હોટસ્ટાર એક્સેસ ઘણા પ્લા સાથે ફ્રી આપવામાં આવે છે.
ભારત અને પાકિસ્તાનની મેચ ફ્રીમાં જોવી કોને ના ગમે. મેચમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા પણ જોવા મળી શકે છે. તમે આ મેચ ટીવી, સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક તેમજ મોબાઈલ અને અન્ય ડિવાઇસ પર જોઈ શકો છો.
ભારત અને પાકિસ્તાનની આ મેચ ડિઝની + હોટસ્ટાર પર પણ લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે. Disney + Hotstar પર મેચ લાઈવ જોવા માટે, સબ્સ્ક્રિપ્શન હોવું જરૂરી છે. પરંતુ, તે ઘણી રીતે ફ્રીમાં પણ વાપરી શકાય છે.
ફ્લિપકાર્ટ સુપર કોઇન
Flipkart Super Coin દ્વારા તેનું ઍક્સેસ કેવી રીતે મેળવું તે જણાવી રહ્યા છીએ. જ્યારે પણ તમે ફ્લિપકાર્ટ પર નવી પ્રોડક્ટ ખરીદો છો, ત્યારે તમને સુપર કોઇન આપવામાં આવે છે. તમે આનો ઉપયોગ ઘણી ઑફર્સ લેવા માટે કરી શકો છો. આના દ્વારા તમે હોટસ્ટારનું સબ્સ્ક્રાઇબ પણ કરી શકો છો.
આ માટે તમારે ફ્લિપકાર્ટ એપ ઓપન કરીને સુપર કોઇન સેક્શનમાં જવું પડશે. તે પછી લેટેસ્ટ વિડિયો એન્ટરટેઈનમેન્ટ રિવોર્ડ સેક્શન પર જાઓ. પછી Disney+ Hotstar ઑફર એક્ટિવ કરો. આ માટે તમારે ઓછામાં ઓછા 499 સુપર કોઈન જોઈએ. વધુ વિગતો માટે, તમે કંપનીના નિયમો અને શરતો વાંચી શકો છો.
એરટેલ યુઝર્સે આ કામ કરવું પડશે
એરટેલના ઘણા પ્રીપેડ પ્લાન ડિઝની + હોટસ્ટાર સાથે આવે છે. Hotstar તેમની સાથે 3 મહિનાથી 1 વર્ષની વેલિડિટી માટે મળે છે. આ માટે તમે રૂપિયા 399, રૂ. 839, રૂપિયા 499, રૂપિયા 599 અથવા રૂપિયા 3359ના પ્રીપેડ પ્લાન લઇ શકો છો. ડિઝની + હોટસ્ટાર મોબાઇલ સબ્સ્ક્રિપ્શન આ પ્લાન્સ સાથે ઉપલબ્ધ રહેશે.
Vi યુઝર્સ માટે આ ઓફર
Viના બે પ્રીપેડ પ્લાન ડિઝની+ હોટસ્ટાર મોબાઇલ સબસ્ક્રિપ્શન સાથે આવે છે. તેની વેલિડિટી એક વર્ષની છે. આ પ્લાન્સ 499 રૂપિયા અને 601 રૂપિયાના છે.
Jio યુઝર્સ માટે ઑફર્સ
Jio એ તેની ઘણા પ્લાનમાંથી Disney + Hotstar સબ્સ્ક્રિપ્શન રિમુવ કર્યું છે. એટલે કે જો તમે Jio ના સિમનો ઉપયોગ કરો છો તો તમને મોટાભાગના પ્લાન સાથે Disney + Hotstar સબસ્ક્રિપ્શન ફ્રી મળશે નહીં. કંપની માત્ર રૂ 1499 અને રૂ 4199 પ્રીપેડ પ્લાન સાથે ડિઝની + હોટસ્ટાર ફ્રી સબસ્ક્રિપ્શન ઓફર કરી રહી છે. આ સિવાય અન્ય ઘણા પ્લેટફોર્મ પણ તેને ગિફ્ટ તરીકે એક્સેસ આપે છે.