News Continuous Bureau | Mumbai
Free Tomato: ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા છે. એક કિલો ટામેટાંનો ભાવ 150 રૂપિયાને પાર પહોંચી ગયો છે. ટામેટાં ઘણા લોકોને પોસાય તેમ નથી. રસોડામાં શાકભાજી(Vegetables) બનાવવામાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા ટામેટાંની વધતી કિંમતથી ઘણા ઘરોનું બજેટ ખોરવાયું છે. ટામેટાને લઈ કેટલાક રાજ્યોમાં નવી નવી ઑફરો પણ શરુ થઈ છે.
ટામેટાંના વધતા ભાવને જોતા કેટલાક વિક્રેતાઓ પોતાના બિઝનેસને આગળ વધારવા માટે અનોખો આઈડીયા અપનાવ્યો છે. જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. ત્યારે કહી શકાય છે કે, આપદાને અવસરમાં બદલવાનો આ સારો જુગાડ છે.
મુસાફરોને એક કિલો ટામેટા ફ્રી
ચંદીગઢના એક ઓટો ડ્રાઈવરે તેની રિક્ષામાં મુસાફરી કરતા મુસાફરોને એક કિલો ટામેટાં મફતમાં ઓફર(offer) કર્યા છે. પરંતુ આ માટે મુસાફરોએ ઓછામાં ઓછી પાંચ વખત તેની રિક્ષામાં મુસાફરી કરવી પડશે.
આ સમાચાર પણ વાંચો: Indian Railway: રેલ્વે મુસાફરો માટે સારા સમાચાર, હવે માત્ર 20 રૂપિયામાં મળશે ભરપેટ ભોજન, આ શહેરથી થયો પ્રારંભ..
ફોન ખરીદનારને બે કિલો ટામેટા ફ્રી
મધ્યપ્રદેશમાં એક મોબાઈલ ફોન(Phone) વિક્રેતાએ તેની દુકાનમાંથી મોબાઈલ ફોન ખરીદનારને બે કિલો ફ્રી ટામેટાની ઓફર મૂકી છે.
હેલ્મેટ ખરીદનારને એક કિલો ટામેટા ફ્રી
તમિલનાડુમાં એક દુકાનદારે પોતાના ગ્રાહકોને ઓફર આપી છે કે જે પણ તેની દુકાનમાંથી હેલ્મેટ (Helmet) ખરીદશે તેને 1 કિલો ટામેટા મફતમાં આપશે.
જૂતા ખરીદનારને બે કિલો ટામેટા ફ્રી
પંજાબમાં બુટ-ચપ્પલના દુકાન માલિકે તેના ખરીદદારોને જે તેની પાસેથી 1000 થી 1500 રૂપિયાના જૂતા (Shoes) ખરીદશે તેને બે કિલો ટામેટા મફતમાં આપવામાં આવશે.
ટેટૂ કરાવનારને એક કિલો ટામેટા ફ્રી
ઉત્તર પ્રદેશમાં એક ટેટૂ શોપમાં ટેટૂ(Tattoo) કરાવ્યા બાદ એક કિલો ટામેટાં મફતમાં ટામેટા મફતમાં આપશે.