ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 જુલાઈ 2021
ગુરુવાર
IDBI બૅન્કે આજથી એના અનેક નિયમોમાં બદલાવ અમલમાં મૂક્યો છે, જેની અસર ગ્રાહકોને પડશે. એમાં આજથી બૅન્કના ગ્રાહકોને મહિનામાં ફક્ત પાંચ વખત મફતમાં કૅશ ડિપોઝિટ કરવાની સગવડ મળશે. પાંચથી વધુ વખત પૈસા ડિપોઝિટ કરવા પર વધારાનો ચાર્જ ભરવો પડશે. અત્યાર સુધી સેમી અર્બન અને રૂરલ બ્રાન્ચને અનુક્રમે 5 અને 7 વખત મફતમાં બૅન્કમાં કૅશ ડિપોઝિટ કરવાની સગવડ ઉપલબ્ધ હતી.
બૅન્કના ગ્રાહકોના ઍકાઉન્ટમાં બારે મહિના 10,000થી 24,999 રૂપિયાનું બૅલૅન્સ જમા રહેશે તો તેમને 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. વર્ષમાં ફક્ત 20 ચેક મફતમાં મળશે. એનાથી વધુ ચેક મેળવવા માટે પ્રતિ ચેક પાંચ રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. અત્યાર સુધી IDBIમાં ખાતું ખોલાવનારા ગ્રાહકને એક વર્ષ સુધી વધારાના કોઈ પણ ચાર્જ વગર 60 ચેક મળે છે. ત્યાર બાદ 50 ચેક મળતા હતા. જોકે હવે એવી સગવડ મળશે નહીં.
જોકે સબકા સેવિંગ ઍકાઉન્ટ હોલ્ડરોને આખા વર્ષ દરમિયાન અનલિમિટેડ ચેકની સગવડ ઉપલબ્ધ રહેશે એવી જાહેરાત બૅન્કે કરી હતી. સેમી અર્બન અને રૂરલ બ્રાન્ચમાં સુપર સેવિંગ પ્લસ ઍકાઉન્ટ માટે ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદા અગાઉ અનુક્રમે 10 અને 12 હતી, એમાં ઘટાડો કરીને 8 કરી નાખવામાં આવી છે.
આજે છે પહેલી જુલાઈ, આંધ્રા બૅન્ક અને કૉર્પોરેશન બૅન્કના ગ્રાહકો માટે બદલાયા છે આજથી નિયમ; જાણો વિગત
જ્યુબ્લિપ્લસ સિનિયર સિટીઝન ઍકાઉન્ટ હોલ્ડરનું જો માસિક સરેરાશ બૅલૅન્સ 10,00 રૂપિયાથી નીચે હશે, તો તેમને લૉકર રેન્ટમાં કોઈ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે નહીં. હાલ બૅન્ક લૉકર આપવા માટે રેન્ટમાં 25 ટકા ડિસ્કાઉન્ટ આપી રહી છે. સુપરશક્તિ વુમેન્સ ઍકાઉન્ટ ધરાવતા ગ્રાહકોને પણ લૉકરના રેન્ટ માટે 12 મહિના મિનિમમ બૅલૅન્સ 10,000થી 24,999 રૂપિયા રાખવું પડશે તો તેમને 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. જો 25,000થી ઉપર બૅલૅન્સ હશે તો તેમને 15 ટકા ડિસ્કાઉન્ટ મળશે.