News Continuous Bureau | Mumbai
Important Changes From 1 April : માર્ચ મહિનો હવે પૂર્ણ થવાનો છે અને એપ્રિલ મહિનો શરુ થવા જઈ રહ્યો છે. નવું નાણાકીય વર્ષ ( financial year ) 1 એપ્રિલથી શરૂ થશે અને તેની સાથે ઘણા નિયમોમાં ફેરફાર થશે. તો જાણો એ 5 મહત્વપૂર્ણ નાણાકીય ફેરફારો વિશે, જે સીધા તમામ ખિસ્સા પર અસર કરશે. આમાં ક્રેડિટ કાર્ડના નિયમોથી લઈને NPS નિયમો સુધી બધું જ સામેલ છે.
NPS માટે નવા નિયમોઃ NPS એકાઉન્ટમાં લોગ ઇન કરવા હવે તમારે ટુ ફેક્ટર વેરિફિકેશન કરવું પડશે. સાયબર ફ્રોડ અને ખાતાધારકોને છેતરપિંડીથી બચાવવા લોગીન સિસ્ટમને વધુ સિક્યોર બનાવવામાં આવી છે. બદલાયેલ નિયમ 1 એપ્રિલ 2024 થી લાગુ પડશે.
SBI ક્રેડિટ કાર્ડમાં ( SBI Credit Card ) ફેરફાર: SBI ક્રેડિટ કાર્ડ નિયમોમાં પણ બદલાવ જોવા મળશે. હવે ભાડાની ચુકવણી પર મળતા રિવોર્ડ પોઈન્ટ 1લી એપ્રિલથી મળશે નહીં. આ ઉપરાંત ઘણી સુવિધાઓ અંગે પણ SBI એ ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.
OLA મની વૉલેટ ( OLA Money Wallet ) : OLA મની વૉલેટના નિયમોમાં ફેરફાર જોવા મળશે. OLA એ તેના ગ્રાહકોને SMS મોકલીને કહ્યું છે કે પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ વોલેટ સેવાની મર્યાદા વધારીને રૂપિયા 10,000 સુધી કરવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Pune Leopard Attack: પુણેમાં હોસ્પિટલમાં ઘૂસ્યો દિપડો, ફોરેસ્ટ ગાર્ડ પર હુમલો.. આખરે રેસ્ક્યુ કરાયો
ICICI બેંક ( ICICI Bank ) લાઉન્જ એક્સેસ: ICICI બેંકે તેની કોમ્પ્લિમેન્ટરી એરપોર્ટ લાઉન્જ એક્સેસ શરતોમાં ફેરફારની જાહેરાત કરી છે. 1 એપ્રિલથી શરૂ થતા ક્વાર્ટરમાં ગ્રાહકોએ આ માટે ઓછામાં ઓછા 35,000 રૂપિયા ખર્ચવા પડશે. ત્યાર બાદ જ આગલા ક્વાર્ટર માટે ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જ એક્સેસ અનલૉક કરવામાં આવશે.
યસ બેંક ( Yes Bank ) લાઉન્જ એક્સેસ લાભો: યસ બેંકના ક્રેડિટ કાર્ડના નિયમોમાં 1 એપ્રિલ 2024 થી ફેરફાર જોવા મળશે. હવે ગ્રાહકોને નાણાકીય વર્ષના એક ક્વાર્ટરમાં ઓછામાં ઓછા રૂપિયા 10,000 ખર્ચવા પર ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જમાં મફત પ્રવેશ મળશે.