Site icon

નવા વર્ષમાં નવો ઝટકો.. આ કાર કંપનીએ ગ્રાહકોને આંચકો આપ્યો, હવે તમારે ગાડી ખરીદવા માટે 1 લાખ વધારાના ચૂકવવા પડશે

Kia એ ભારતીય ઓટો માર્કેટમાં ખૂબ જ ઝડપથી પોતાનું સ્થાન બનાવ્યું છે. તે જ સમયે, ગ્રાહકો કિયાની એડવાન્સ ટેક્નોલોજીવાળી કારને પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. પરંતુ, નવા વર્ષમાં કંપનીએ તેની કારની કિંમતમાં વધારો કરીને ગ્રાહકોને આંચકો આપ્યો છે. કિયાએ કઈ કારની કિંમતમાં કેટલો વધારો કર્યો? ચાલો તમને જણાવીએ

From Kia Seltos to Kia EV6, Kia cars up to Rs 1 lakh, check details

નવા વર્ષમાં નવો ઝટકો.. આ કાર કંપનીએ ગ્રાહકોને આંચકો આપ્યો, હવે તમારે ગાડી ખરીદવા માટે 1 લાખ વધારાના ચૂકવવા પડશે

News Continuous Bureau | Mumbai

Kia એ ભારતીય ઓટો માર્કેટમાં ખૂબ જ ઝડપથી પોતાનું સ્થાન બનાવ્યું છે. તે જ સમયે, ગ્રાહકો કિયાની એડવાન્સ ટેક્નોલોજીવાળી કારને ( Kia cars ) પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. પરંતુ, નવા વર્ષમાં કંપનીએ તેની કારની કિંમતમાં વધારો કરીને ગ્રાહકોને આંચકો આપ્યો છે. કિયાએ કઈ કારની કિંમતમાં કેટલો વધારો કર્યો? ચાલો તમને જણાવીએ

Join Our WhatsApp Community

કિયા કેરેન્સ

કંપનીએ Carensના તમામ 1.5-L પેટ્રોલ એન્જિન વેરિઅન્ટની કિંમતોમાં 20,000 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. તે જ સમયે, તેના 1.4-L ટર્બો-પેટ્રોલ વેરિઅન્ટની કિંમતોમાં 25,000 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. તેના ડીઝલ વેરિઅન્ટની કિંમતોમાં એક્સ-શોરૂમ રૂ. 45,000નો વધારો કરવામાં આવ્યો છે. હવે, Kia Carensની નવી એક્સ-શોરૂમ કિંમતો રૂ. 10.20 લાખથી રૂ. 18.45 લાખ સુધીની છે.

કિયા સોનેટ

Sonet ભારતમાં કંપનીની સૌથી સસ્તી કાર છે. સોનેટના 1.0L ટર્બો-પેટ્રોલ વેરિયન્ટની કિંમતોમાં 25,000 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે ડિઝલ વરિયન્ટની કિંમત હવે પહેલાની તુલનામાં 40,000 રૂપિયા વધુ થઈ ગઈ છે. તેનું 1.2L પેટ્રોલ વર્જન હવે 20,000 રૂપિયા મોંઘી થઈ ગઈ છે. હવે કિયા સોનેટની પ્રારંભિક કિંમત 7.69 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.

આ સમાચાર પણ વાંચો :  સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ-નિફ્ટી ગબડ્યા.. મંદીમાં પણ આ શેર રહ્યા ટોપ ગેઈનર્સ

કિયા સેલ્ટોસ

તે કારના ત્રણ એન્જિન 1.5-L ડીઝલ, 1.4-L ટર્બો-પેટ્રોલ અને 1.5-L પેટ્રોલ સાથે આવે છે. તેના ડીઝલ વેરિઅન્ટની કિંમત 50,000 રૂપિયા વધુ હશે, જ્યારે પેટ્રોલ વેરિઅન્ટની કિંમત 20,000 રૂપિયા અને ટર્બો-પેટ્રોલ વેરિઅન્ટની કિંમત 40,000 રૂપિયા વધુ હશે. હવે Kia Seltosની શરૂઆતી કિંમત 10.69 લાખ રૂપિયા છે.

કિયા EV9

હવે Kiaના GT Line અને GT Line AWD વેરિઅન્ટમાં 1 લાખ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. Kia આવતા અઠવાડિયે ઓટો એક્સપો 2023માં 11 જાન્યુઆરીએ નવી જનરેશનની Kia કાર્નિવલ અને Kia EV9 કોન્સેપ્ટ પણ રજૂ કરવા જઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો :   હાશકારો… રિઝર્વ બેંકે KYC માટે પડતી મુશ્કેલીઓ કરી દૂર, આ સરળ પ્રક્રિયાથી હવે ઘરે બેઠા અપડેટ કરી શકાશે માહિતી..

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version