ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 10 એપ્રિલ 2021
શનિવાર
વેપારીઓની દુકાનો બંધ છે ત્યારે ફેરિયાઓ લોકોને બેફામ પણે લુંટી રહ્યા છે. કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ આપનાર લીંબુ, સંતરા અને મોસંબી જેવા ફળો ની કિંમત માં સીધો વધારો ઝીંકી દીધો છે. જોવાની વાત એ છે કે હોલસેલ માર્કેટમાં આમાંથી એક પણ વસ્તુની કિંમત વધી નથી તેમજ તેની ખેંચ સુદ્ધાં નથી. તેમ છતાં એરીયા પ્રમાણે ફેરિયાઓ એ પોતાના ભાવ બદલી નાખ્યા છે.
લીંબુના દર દસ રૂપિયાના સ્થાને પ્રતિ કિલોના ૮૦ રૂપિયા કરી નાખ્યા છે.
મોસંબીના દર 120 રૂપિયા કિલો કરી નાખ્યા છે.
સંતરાના દર ૪૫ રૂપિયા પ્રતિ કિલો કરી નાખ્યા છે.
જોવાની વાત એ છે કે દાદરમાં લીંબુ નો ભાવ વીસ રૂપિયાના 20 નંગ નો છે. બોરીવલી રેલવે સ્ટેશન પર તેનો ભાવ વીસ રૂપિયાના 8 નંગ છે. મહાવીર નગર અને ચારકોપ જેવા વિસ્તારમાં તેનો ભાવ 20 રૂપિયાના પાંચ નંગ છે.
એક તરફ સરકારે આદેશ આપ્યો છે કે કોઈપણ ચીજ વસ્તુનો ભાવ વધારો કરવાથી તે વ્યક્તિની વિરુદ્ધમાં કાર્યવાહી થશે. ત્યારે બીજી તરફ જીવન આવશ્યક ચીજવસ્તુઓ સંદર્ભે લોકોની ઉઘાડી લૂંટ ચાલુ છે.