Site icon News Continuous Bureau | Mumbai

FSSAI Action ખાદ્ય ઉત્પાદનો પર ભ્રામક દાવાઓ FSSAI એ સફોલા, કિન્ડર જોય સહિતની કંપનીઓને પાઠવી નોટિસ

FSSAI Action '૧૦૦% નેચરલ' અને 'હેલ્થ બેનિફિટ્સ' જેવા દાવાઓની તપાસ, ગેરરીતિ બદલ કંપનીઓ પાસેથી સ્પષ્ટીકરણ માંગ્યું

FSSAI Action  ખાદ્ય ઉત્પાદનો પર ભ્રામક દાવાઓ FSSAI એ સફોલા, કિન્ડર જોય સહિતની કંપનીઓને પાઠવી નોટિસ

FSSAI Action ખાદ્ય ઉત્પાદનો પર ભ્રામક દાવાઓ FSSAI એ સફોલા, કિન્ડર જોય સહિતની કંપનીઓને પાઠવી નોટિસ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

FSSAI Action ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ ખાદ્ય ઉત્પાદનો પર કરવામાં આવતા ભ્રામક દાવાઓ અને ગેરમાર્ગે દોરતી બ્રાન્ડિંગ સામે લાલ આંખ કરી છે. સફોલા (Saffola), કિન્ડર જોય અને માસ્ટરચાઉ જેવી દિગ્ગજ કંપનીઓને નોટિસ પાઠવીને તેમના દાવાઓની સત્યતા અંગે જવાબ માંગ્યો છે.

FSSAI Action – તપાસના દાયરામાં કઈ કંપનીઓ અને કયા દાવાઓ?

FSSAI ની તપાસમાં સફોલા ટોટલ હાર્ટ પ્રો મલ્ટી સોર્સ કુકિંગ ઓઈલના ‘હાર્ટ પ્રો’ જેવા શબ્દો અને તેનાથી ઉપભોક્તાઓમાં બનતી ખોટી ધારણા સામે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. આ ઉપરાંત AS-IT-IS Atom PWR Whey XL, સિલ્કન ટોફૂ, માસ્ટરચાઉ નૂડલ્સ, કિન્ડર જોય કોટેડ વેફર બિસ્કિટ, પ્લક મેંગો ફ્રુટ જ્યુસ અને નેચરલ પનીર જેવા ઉત્પાદનો પણ તપાસ હેઠળ છે. કંપનીઓ દ્વારા કરવામાં આવતા ‘૧૦૦% નેચરલ’, ‘૧૦૦% વેજ’, ‘નો એડેડ સુગર’ અને ‘રિચ ઇન મિલ્ક સોલિડ્સ’ જેવા દાવાઓની ખરાઈ કરવા માટે સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું છે.

FSSAI Action – સ્વાસ્થ્ય અને સ્વચ્છતાના મુદ્દે ગંભીરતા

માત્ર બ્રાન્ડિંગ જ નહીં, પરંતુ ખાદ્ય સુરક્ષાના મામલે પણ FSSAI કડક વલણ અપનાવી રહ્યું છે. ગ્રાહકોની ફરિયાદોના આધારે ‘પરમ ડેરી’ ને દહીં અને રબડીમાં ફૂગ (Fungus) હોવાના આક્ષેપ બદલ નોટિસ મળી છે. તે જ રીતે, બિકાનેરવાલાને પણ રસોડાના વિસ્તારમાં સ્વચ્છતાના અભાવ અને કર્મચારીઓની બેદરકારી અંગે ફરિયાદ મળ્યા બાદ નોટિસ ફટકારવામાં આવી છે. આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોને સુરક્ષિત અને પારદર્શક માહિતી પૂરી પાડવાનો છે.

FSSAI Action – ભવિષ્ય માટે નિયમનકારી ચેતવણી

FSSAI એ સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ ખાદ્ય ઉત્પાદનનું વેચાણ કરતા પહેલા તેના પર કરવામાં આવતા દાવા અને જાહેરાતો ખાદ્ય સુરક્ષાના નિયમો (Food Safety Rules) મુજબ હોવા જોઈએ. જો કોઈ કંપની રોગ નિવારણ કે વિશેષ સ્વાસ્થ્ય લાભનો દાવો કરે છે, તો તે માટેના નક્કર પુરાવા રજૂ કરવા જરૂરી છે. આ પ્રકારની કાર્યવાહીથી ખાદ્ય ઉદ્યોગમાં જવાબદારી વધશે અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી જાહેરાતોથી બચાવી શકાશે.

👉 આ સમાચાર વાચો:
SEBI ETF Framework ગોલ્ડસિલ્વર ETF રોકાણકારો માટે મોટા સમાચાર ૧ સપ્ટેમ્બરથી SEBI ના નવા નિયમો લાગુ

Reliance Independence Biscuits Launch હવે બિસ્કિટ સેગમેન્ટમાં ધૂમ મચાવશે રિલાયન્સ આ રાજ્યથી થઈ શરૂઆત, ₹૫ થી ₹૧૨૫ સુધીના પેક્સ સાથે ૨૮ નવી વેરાઇટી લોન્ચ
Nita Isha Ambani Street Shopping નીતા અંબાણી અને ઈશા અંબાણી કર્જતના બજારોમાં ખરીદી કરતા જોવા મળ્યા પૌત્રપૌત્રી આદિયા અને ક્રિષ્ના સાથે દિવાળીની સ્ટ્રીટ શોપિંગ, વીડિયો વાયરલ
UPI Daily Transactions Cross 1 Lakh Crore તહેવારોની ખરીદીથી ડિજિટલ વ્યવહારોમાં તેજી, પ્રતિ દિવસ સરેરાશ ૮૨.૨ કરોડ ટ્રાન્ઝેક્શન સાથે માસિક મૂલ્ય પહેલીવાર ₹૩૦ લાખ કરોડને વટાવી ગયું
Binance Cyber Attack Crypto Heist પળવારમાં ₹૬૦,૦૦૦ કરોડ ગાયબ! ઇતિહાસની સૌથી મોટી ડિજિટલ ચોરી; બાયનાન્સ હોટ વોલેટ્સમાંથી જંગી ફંડ ટ્રાન્સફર થતાં ગ્લોબલ ક્રિપ્ટો માર્કેટમાં ગભરાટ
Exit mobile version