ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઑક્ટોબર, 2021
બુધવાર
સરકારી તેલ કંપનીઓએ બે દિવસની રાહત બાદ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે.
આજે ડીઝલની કિંમત 34 થી 37 પૈસા વધી છે, જ્યારે પેટ્રોલની કિંમત 30 થી વધીને 34 પૈસા થઈ છે.
આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલના ભાવ 106.19 અને ડીઝલના ભાવ 94.92 રૂપિયા પ્રતિ લીટર થયું છે. મુંબઈમાં પેટ્રોલ 112.11 રૂપિયા અને ડીઝલ 102.89 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
ઘણા રાજ્યોમાં તેની કિંમત 100 રૂપિયાથી ઉપર પહોંચી ગઈ છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો સામાન્ય માણસની આવક પર અસર કરી રહી છે.