Site icon

લો બોલો- હવે વિઘ્નહર્તાની મૂર્તિ ને પણ GST નું વિઘ્ન-મૂર્તિઓના ભાવમાં થયો જબ્બર વધારો

News Continuous Bureau | Mumbai

સામાન્ય માણસોને પરેશાન કરનારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST)નું ગ્રહણ હવે ગણેશ મૂર્તિને(Ganesh Idols) પણ નડી રહ્યું છે. GSTને કારણે મૂર્તિઓના ભાવમાં(Price of Idols) લગભગ 40 ટકાનો વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે.

Join Our WhatsApp Community

કોરોના મહામારીને(Corona epidemic) પગલે છેલ્લા બે વર્ષ દરમિયાન તહેવારોની ઉજવણી(Celebration of festivals) થઈ શકી નહોતી. આ વખતે તમામ પ્રતિબંધો હટાવી લીધા છે. તો મોંઘવારી અને GSTને કારણે ગણેશોત્સવની ઊજવણી થોડી ઠંડી જણાઈ રહી છે. ગણેશમૂર્તિઓ પર પણ GST લાગુ પડ્યો છે, તેથી ગણેશભક્તો(Ganesha devotees) માં ભારે નારાજગી જોવા મળી રહી છે. થોડા દિવસ પહેલા જ કેન્દ્ર સરકારે(Central Govt) અનેક વસ્તુઓ પર GST લાદી દીધો હતો.

આ સમાચાર પણ વાંચો : દેશની આ સરકારી બેંક ખાનગીકરણ ના માર્ગે-. સરકાર બેંકનો 51થી વધુ હિસ્સો વેચી મારશે

સરકારના આ નિર્ણયને પગલે મૂર્તિ બનાવવામાં વપરાતા રો-મટિરિયલ(raw material) ને GST લાગુ પડી રહ્યો છે, તેને કરણે મૂર્તિઓના ભાવ વધી ગયા છે. મૂર્તિ માટે વપરાતી માટીની કિંમત પ્રતિ 20 કિલોના 180 રૂપિયા હતા. આ વર્ષે રો- મટિરિયલ પર GST લાગવાથી તેની કિંમત 250થી 300 રૂપિયા થઈ ગઈ છે.

મુંબઈ સહિત દેશભરમાં ધૂમધામથી ગણેશોત્સવની ઉજવણી થવાની છે. જોકે મૂર્તિના ભાવ વધવાની સાથે જ સજાવટની વસ્તુઓ(Decorations) પણ મોંધી થઈ ગઈ છે.  અગાઉ બાપ્પાની  મૂર્તિ માટે વપરાતા કપડાં 35થી 40 રૂપિયા રહેતા હતા. GSTને કારણે પ્રતિ મીટર કપડાંનો ભાવ 55થી 60 રૂપિયા થઈ ગયો છે. મૂર્તિના સજાવટ માટે વપરાતા ઓઈલ પેઈન્ટના ભાવમાં 20 ટકાનો વધારો તો કલર કરવા માટેના બ્રશમાં પણ વધારો થયો છે. ફૂલ, ધૂપ સહિત અન્ય પૂજાના સામાનના ભાવમાં પણ વધારો થયો છે. મૂર્તિ બનાવનારા લેબર કોસ્ટમાં પણ વધારો થયો છે.

 

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version