છેલ્લા એક મહિનાથી અદાણી ગ્રુપના શેરોમાં ભારે કડાકો જોવા મળી રહ્યો છે જેના કારણે અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણીની સંપત્તિમાં પણ ઘટાડો થઈ રહ્યો છે.
બ્લૂમબર્ગ ઈન્ડેક્સ અનુસાર બુધવારે ગૌતમ અદાણીની સંપત્તિ 59.7 બિલિયન ડોલર પર આવી ગઈ છે.
17 જૂન પછી તેમની સંપત્તિ 17.3 અરબ ડોલર (1,28,720 કરોડ રૂપિયા)નો ઘટાડો આવ્યો છે. એટલે કે તે પછી દર મિનિટે તેમણે સવા પાંચ કરોડ રૂપિયા ગુમાવ્યા છે.
સંપત્તિમાં ઘટાડાને કારણે વિશ્વના ધનપતિઓની યાદીમાં ગૌત્તમ અદાણી હવે 21માં ક્રમે આવી ગયા છે. છેલ્લા ત્રણ દિવસમાં ધનિકોની યાદીમા તેમનું સ્થાન 6 ક્રમ નીચે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે જૂન મહિનાના બીજા અઠવાડિયામાં વિદેશી ફંડને બ્લોક કરવાની ખબર સામે આવતાં જ અદાણીને જાણે ગ્રહણ લાગી ગયું છે અને આ ગ્રહણ દૂર થવાનું નામ લઈ રહ્યું નથી.
