Site icon

કાંટે કી ટક્કર! મુકેશ અંબાણીને હંફાવી રહ્યા છે ગૌતમ અદાણી, એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 25 નવેમ્બર  2021    
ગુરુવાર.

દેશના ટોચના બિઝનેસ ટાયકુન ગણાતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી અને અદાણી ગ્રુપના ગૌતમ અદાણી સૌથી ધનાઢય વ્યક્તિ પણ ગણાય છે. બંને વચ્ચે હાલ જબરદસ્ત કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. શેરબજાર ઉપર-નીચે થઈ રહી છે, જેની અસર બંને ગ્રુપને પણ થઈ રહી છે. તેમાં હાલ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ છોડી એશિયાની સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. તેઓ ગ્રુપ માર્કેટ કેપના આધારે મુકેશ અંબાણીને પાછળ છોડતાં દેશના સૌથી શ્રીમંત વ્યક્તિ બની ગયા છે.

Join Our WhatsApp Community

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી જૂન 2015થી સૌથી અમીર ભારતીયના સ્થાન પર રહ્યા  હતા. બુધવારે શેરબજારમાં અદાણી ગ્રુપના શેર્સમાં શાનદાર તેજી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડાને પગલે ગૌતમ અદાણી એશિયાના નંબર વન અમીર બની ગયા છે.

બ્લૂમબર્ગ બિલિયનેયર્સ ઈન્ડેક્સ મુજબ, મંગળવાર 23 નવેમ્બર, 2021 સુધી મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 9,100 કરોડ ડોલર હતી, જ્યારે અદાણીની કુલ સંપત્તિ 8,880 કરોડ ડોલર હતી, જે અંબાણી કરતા 2.4 ટકા ઓછી હતી. જોકે, બુધવારે આરઆઈએલના શેર્સમાં 1.72 ટકાનો ઘટાડો આવ્યો, જ્યારે અદાણી ગ્રુપની મોટાભાગની કંપનીઓના શેરમાં તેજી આવી, જેથી ગૌતમ અદાણી ટોચ પર પહોંચી ગયા.

દેશના 1200થી વધુ શહેરોમાં વેપારીઓના ધરણા, ઈ-કોમર્સ કંપનીઓને બોરિયા બિસ્તરા બાંધવાની વેપારીઓએ આપી ચેતવણી; જાણો વિગત

અદાણી એન્ટરપ્રાઈઝીસના શેરમાં 2.34 ટકા, અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના શેર્સમાં 4 ટકાની તેજી રહી હતી.  શેરની કિંમત માં થયેલા વધારા સાથે આ બંને કંપનીઓનું માર્કેટ કેપ લગભગ 3.5 લાખ કરોડ રૂપિયા છે
રિપોર્ટ મુજબ, ગત 20 મહિનામાં ગૌતમ અદાણીની કુલ સંપત્તિમાં 1808 ટકા એટલે કે 8,389 કરોડ યુએસ ડોલરથી વધુનો વધારો થયો છે. આ ગાળામાં મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં 250 ટકા એટલે કે 54.7 અબજ ડોલરનો વધારો થયો છે.

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version