News Continuous Bureau | Mumbai
Gautam Adani: અદાણી ગ્રુપને હચમચાવી નાખનાર હિંડનબર્ગ રિપોર્ટને ( Hindenburg Report ) એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આ અહેવાલને કારણે અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં ભારે ઘટાડો થયો હતો. જે બાદ હવે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આ રિપોર્ટ પર ખુલીને વાત કરી છે. તેમણે બુધવારે મિડીયા રિપોર્ટમાં કહ્યું હતું કે, અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ કંપની હિંડનબર્ગનો રિપોર્ટ વાસ્તવમાં અદાણી ગ્રુપની પ્રગતિને રોકવા અને ભારત સરકારને બદનામ કરવાનો પ્રયાસ હતો. વિશ્વમાં કોઈપણ કોર્પોરેટ પર આ સૌથી મોટો હુમલો હતો.
ગૌતમ અદાણીએ વધુમાં કહ્યું હતું કે, અદાણી ગ્રુપ ( Adani Group ) પર 24 જાન્યુઆરી 2023ના રોજ આ હુમલો થયો હતો. આ લોકોનો ઉદ્દેશ્ય માત્ર કંપનીને નુકસાન પહોંચાડવાનો ન હતો. હિંડનબર્ગ ભારત સરકારની ( Indian Government ) નીતિઓને પણ નિશાન બનાવવા માંગતો હતો. ભારત સરકારની નીતિઓને રાજકીય રીતે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ છતાં અદાણી જૂથ મજબૂત રીતે ઊભું રહ્યું અને આ સંકટનો સામનો કર્યો. લાંબી લડાઈ પછી, અમે માત્ર અમારી પ્રતિષ્ઠા જ નથી બચાવી પણ જૂથને આગળ લઈ જવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
જાન્યુઆરી 2024 માં, ગૌતમ અદાણીની કંપનીઓને તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા…
હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. શોર્ટ સેલિંગ ફર્મે કહ્યું હતું કે અદાણી ગ્રુપની કંપનીઓ નકલી વ્યવહારો, એકાઉન્ટિંગ છેતરપિંડી અને શેરબજારમાં ( Share Market ) હેરાફેરી કરે છે. આ અહેવાલ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં કડાકો બોલી ગયો હતો. રોકાણકારોને લગભગ $111 બિલિયનની છેતરપિંડી કરવામાં આવી હતી. અદાણી ગ્રુપને આ આંચકામાંથી બહાર આવતા ઘણો સમય લાગ્યો હતો. ગૌતમ અદાણી તે સમયે વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા હતા. પરંતુ હિન્ડેનબર્ગ રિપોર્ટે તેને એટલું નુકસાન પહોંચાડ્યું કે તે ટોપ 20માંથી બહાર થઈ ગયા.
આ સમાચાર પણ વાંચો : BJP Candidate List : મુંબઈમાંથી બે, કુલ 5 વર્તમાન સાંસદોની ટિકિટ કપાઈ, જાણો શું છે બીજેપીની વ્યૂહરચના..
રિપોર્ટ જાહેર થયા બાદ અદાણી ગ્રુપ સામે અનેક તપાસ શરૂ કરવામાં આવી હતી. માર્ચ 2023માં સુપ્રીમ કોર્ટે એક સમિતિની રચના કરી હતી. જાન્યુઆરી 2024 માં, ગૌતમ અદાણી અને તેની કંપનીઓને તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારથી, અદાણી જૂથની કંપનીઓ ફરીથી ઝડપથી વધી રહી છે.