Site icon

આ વર્ષે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિમાં થયો અધધ કરોડનો વધારો, એશિયાના ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીને છોડ્યા પાછળ… જાણો વિગતે 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
21 નવેમ્બર 2020
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિમાં આ વર્ષે તમામ શ્રીમંત ભારતીયોની સરખામણીમાં સૌથી વધુ વધારો થયો છે. આ વધારો એટલો બધો છે કે તેમણે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પણ પાછળ છોડી દીધા છે. જોકે કુલ સંપત્તિ મામલે અંબાણી 10મા, જ્યારે અદાણી 40મા સ્થાને છે. બ્લુમબર્ગ બીલેનીયર ઇન્ડેક્સ મુજબ, આ વર્ષના શરૂઆત ના સાડા દસ મહિનામાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં 1.41 લાખ કરોડ રૂ. (19.1 અબજ ડોલર) નો વધારો થયો છે, એટલે કે અદાણીની સંપત્તિમાં રોજ સરેરાશ 449 કરોડ રૂપિયાની વૃદ્ધિ થઇ છે. જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિમાં 1.21 લાખ કરોડ રૂ. (16.4 અબજ ડોલર) નો વધારો થયો છે. એટલે કે તેમની સંપત્તિમાં રોજ સરેરાશ 385 કરોડ રૂ. વધી છે. બ્લુમબર્ગ બિલ્યનેર ઇન્ડેક્સ મુજબ, અદાણી સંપત્તિની વૃદ્ધિમાં વિશ્વમાં 9મા ક્રમે છે. 
 


ઉલ્લેખનીય છે કે હાલ અદાણીની કુલ સંપત્તિ 2.25 લાખ કરોડ રૂ. (30.4 અબજ ડોલર) છે. તેઓ ઇન્ડેક્સમાં 40મા ક્રમે છે, જ્યારે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 1.21 લાખ કરોડ રૂ.ની વૃદ્ધિ સાથે 5.55 લાખ કરોડ રૂ. (75 અબજ ડોલર) છે. ઇન્ડેક્સમાં તેઓ વિશ્વના 10મી સૌથી ધનિક વ્યક્તિ છે. નોંધનીય છે કે અદાણીએ 1988માં 32 વર્ષની ઉંમરે કોમોડિટી ટ્રેડર તરીકે શરૂઆત કરી હતી. અદાણીની સંપત્તિ તેમની કંપનીના ચાર શેરમાં જબરદસ્ત વૃદ્ધિને કારણે વધી છે. આ શેર છે અદાણી ગ્રીન એનર્જી, અદાણી એન્ટરપ્રાઇઝીસ, અદાણી ગેસ અને અદાણી ટ્રાન્સમિશન.

Join Our WhatsApp Community
Anil Ambani ED Case: અનિલ અંબાણી ગ્રુપ પર EDનો ગાળિયો કસાયો: 13 રાજ્યોમાં ₹581 કરોડની 31 મિલકતો જપ્ત
LPG Supply Crisis: ગેસ સંકટનો માસ્ટરપ્લાન: ઘરે-ઘરે પહોંચ્યા ઇન્ડક્શન ચૂલા! ઈ-કોમર્સ સાઈટ્સ પર સ્ટોક ખૂટ્યો, રેકોર્ડબ્રેક વેચાણથી કંપનીઓ માલામાલ
Gold and Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ગાબડું! ચાંદી ₹૧,૫૦૦થી વધુ તૂટી, સોનું પણ સસ્તું થયું; રોકાણકારો માટે સોનેરી તક
Gold and Silver Prices Today: ક્યાં જઈને અટકશે સોનાની કિંમત? એક જ દિવસમાં ચાંદી ₹૮,૭૪૦ ઉછળી, સોનું ₹૧.૬૧ લાખને પાર; જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ.
Exit mobile version