વિશ્વના ટોચના શ્રીમંતોની યાદીમાં આ ભારતીય ધનાઢ્યની ફરી એન્ટ્રી- બિલ ગેટ્સની સંપત્તિથી ફક્ત આટલા દૂર-જાણો વિગત

by Dr. Mayur Parikh
Orient Cement and Adani Power Maharashtra terminate MOU to set up cement grinding unit 

News Continuous Bureau | Mumbai

ભારત સહિત એશિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ(Indian Businessman) ગૌતમ અદાણી(Gautam Adani) ફરી એકવાર વિશ્વના ટોચના 5 સૌથી ધનિક ઉદ્યોગપતિઓની યાદીમાં(richest businessmen List) સમાવેશ થયો છે. સ્થાનિક શેરબજારમાં(Local stock market) અદાણી ગ્રુપની(Adani Group) કંપનીઓના શેરોના(Company shares) સપોર્ટ કારણે ગૌતમ અદાણીની વ્યક્તિગત સંપત્તિ(personal property) $107 બિલિયન (107 અરબ ડોલર)ના સ્તરે પહોંચી ગઈ છે, જ્યારે ભારત સહિત એશિયાના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી(Mukesh Ambani). વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં 84.4 અરબ ડોલરની  વ્યક્તિગત સંપત્તિ સાથે 11મા ક્રમે છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના(Bloomberg Billionaes irIndex) ડેટા અનુસાર, વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં ગૌતમ અદાણીથી આગળ હવે માત્ર ચાર લોકો જ છે. તેમાં પહેલા સ્થાને ટેસ્લા(Tesla) અને સ્પેસએક્સના(SpaceX) સીઈઓ એલોન મસ્ક(Elon Musk) 217 અરબ ડોલરની નેટવર્થ સાથે તો બીજા ક્રમે જેફ બેઝોસ 134 અરબ ડોલરની નેટવર્થ સાથે, ફ્રેન્ચ બિઝનેસમેન(French businessman) બર્નાર્ડ આર્નોલ્ટ(bernard arnault) 127 અરબ ડોલરની વ્યક્તિગત સંપત્તિ સાથે ત્રીજા નંબરે અને બિલ ગેટ્સ(Bill agtes) 113 અરબ ડોલરની  નેટવર્થ સાથે તે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ચોથા સ્થાને છે.

આ સમાચાર પણ વાંચો : દવા બનાવતી આ કંપનીએ ડોકટરોને ગિફ્ટ આપવા કર્યો કરોડોનો ખર્ચ-કંપનીની આ હરકત ચઢી ગઈ ટેક્સ ડિપાર્ટમેન્ટની આંખે-જાણો વિગત

બ્લૂમબર્ગના આ આંકડાઓ અનુસાર, લાંબા સમયથી વિશ્વના સૌથી અમીર વ્યક્તિ ગણાતા બિલ ગેટ્સ અને ગૌતમ અદાણીની અંગત સંપત્તિ વચ્ચેનું અંતર હવે માત્ર 6 અરબ ડોલરનું રહ્યું છે. આવી સ્થિતિમાં જો આગામી દિવસોમાં સ્થાનિક શેરબજારમાં અદાણી ગ્રુપની કંપનીઓને થોડો વધુ ટેકો મળે તો ગૌતમ અદાણી પણ વ્યક્તિગત સંપત્તિના મામલામાં બિલ ગેટ્સને પાછળ છોડી શકે છે.

બ્લૂમબર્ગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિશ્વની ટોચની ધનવાનોની આ યાદીમાં પાંચમા સ્થાને ગૌતમ અદાણી અને 11મા સ્થાને મુકેશ અંબાણીના નામ સાથે, ટોચના 100 ધનવાનોની યાદીમાં વધુ ત્રણ ભારતીયોએ પોતાનું સ્થાન બનાવ્યું છે. આ ભારતીય ધનાઢ્યોમાં અઝીમ પ્રેમજી 25.3 અરબ ડોલરની વ્યક્તિગત સંપત્તિ સાથે 45મા ક્રમે છે, શિવ નાદર 22.7 અરબ ડોલરની વ્યક્તિગત સંપત્તિ સાથે 55મા ક્રમે છે અને રાધાકિશન દામાણી 19.4 અરબ ડોલરની વ્યક્તિગત સંપત્તિ સાથે 71મા ક્રમે છે, જ્યારે 15.4 અરબ ડોલરની વ્યક્તિગત સંપત્તિ સાથે લક્ષ્મી મિત્તલ વિશ્વના ટોચના 100 અમીર લોકોની યાદીમાંથી બહાર થઈ ગયા  છે. લક્ષ્મી મિત્તલ વિશ્વભરના અમીરોની યાદીમાં 101માં સ્થાને છે.
 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More