204
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઓક્ટોબર, 2021
મંગળવાર
દેશના ધનાઢયોની યાદીમાં બીજા નંબરે આવતા ગૌતમ અદાણીએ વિશ્વમાં સૌથી વધુ સોલાર પાવરનું ઉત્પાદન કરનારી એસ.બી. એર્નજી ઈન્ડિયાને હસ્તગત કરી લીધી છે. લગભગ 3.5 બિલિયન ડોલર (26,000 કરોડ રૂપિયા)માં આ સોદો થયો હોવાનું કહેવાય છે.
ગૌતમ અદાણીની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે સોમવારે એસબી એનર્જી ઈન્ડિયાને સંપાદન કરવાની પ્રક્રિયા પૂરી કરી હતી. એસ.બી. એર્નજી હવે 100 ટકા અદાણી ગ્રીન એનર્જી લિમિટેડનો ભાગ થઈ ગઈ છે. અગાઉ જાપાન સ્થિત સોફ્ટબેન્ક ગ્રુપ કોર્પ અને ભારતી ગ્રુપ વચ્ચે 80:20ની આ કંપનીમાં ભાગીદારી હતી.
એસ.બી. એર્નજી ઈન્ડિયાની વેલ્યુ લગભગ 26,000 કરોડ આંકવામાં આવી છે, જે અત્યાર સુધી એનર્જી સેકટરમાં હસ્તગત કરવામાં આવેલી સૌથી મોટી ડીલ માનવામાં આવે છે.
You Might Be Interested In