ગૌતમ અદાણીએ વિશ્વમાં સૌથી વધુ સોલાર પાવરનું ઉત્પાદન કરનારી આ કંપનીને કરી લીધી હસ્તગતઃ આટલા બિલિયન ડોલરમાં થયો સોદો. જાણો વિગત.

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 5 ઓક્ટોબર,  2021 

મંગળવાર  

દેશના ધનાઢયોની યાદીમાં બીજા નંબરે આવતા ગૌતમ અદાણીએ વિશ્વમાં સૌથી વધુ સોલાર પાવરનું ઉત્પાદન કરનારી એસ.બી. એર્નજી ઈન્ડિયાને હસ્તગત કરી લીધી છે. લગભગ 3.5 બિલિયન ડોલર (26,000 કરોડ રૂપિયા)માં આ સોદો થયો હોવાનું કહેવાય છે.

ગૌતમ અદાણીની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે સોમવારે એસબી એનર્જી ઈન્ડિયાને સંપાદન કરવાની પ્રક્રિયા પૂરી કરી હતી. એસ.બી. એર્નજી હવે 100 ટકા અદાણી ગ્રીન એનર્જી લિમિટેડનો ભાગ થઈ ગઈ છે. અગાઉ જાપાન સ્થિત સોફ્ટબેન્ક ગ્રુપ કોર્પ અને ભારતી ગ્રુપ વચ્ચે 80:20ની આ કંપનીમાં ભાગીદારી હતી.

એફબી, વોટ્સઅપની સાથે માર્ક ઝકરબર્ગની સંપત્તિ થઈ 'ડાઉન', કલાકોમાં જ આટલા હજાર કરોડ ગુમાવ્યા; વિશ્વના ધનિકોની યાદીમાં આ ક્રમે સરક્યા

એસ.બી. એર્નજી ઈન્ડિયાની વેલ્યુ લગભગ 26,000 કરોડ આંકવામાં આવી છે, જે અત્યાર સુધી એનર્જી સેકટરમાં હસ્તગત કરવામાં આવેલી સૌથી મોટી ડીલ માનવામાં આવે છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More