Site icon

Gautam Singhania: ગૌતમ સિંઘાનિયાએ અયોધ્યામાં નવા એથનિક્સ બાય રેમન્ડ સ્ટોરના પહેલા શ્રી રામના આશીર્વાદ મેળવ્યા

Gautam Singhania: રેમન્ડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ હરિ સિંઘાનિયાએ રામપથના નહારગઢ ખાતે એથનિક્સ બાય રેમન્ડ સ્ટોર લોન્ચ માટે ભૂમિ પૂજન કરતા પહેલા સોમવારે રામ મંદિરની મુલાકાત લીધી

Gautam Singhania receives blessings of Lord Rama ahead of new Ethnix ics by Raymond store in Ayodhya

Gautam Singhania receives blessings of Lord Rama ahead of new Ethnix ics by Raymond store in Ayodhya

News Continuous Bureau | Mumbai  

Gautam Singhania: રેમન્ડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ હરિ સિંઘાનિયાએ રામપથના નહારગઢ ખાતે એથનિક્સ ( Ethnix  ) બાય રેમન્ડ સ્ટોર લોન્ચ માટે ભૂમિ પૂજન કરતા પહેલા સોમવારે રામ મંદિરની ( Ram Mandir ) મુલાકાત લીધી હતી અને શ્રી રામના આશીર્વાદ મેળવ્યા હતા.

Join Our WhatsApp Community

બોલિવૂડ, સ્પોર્ટ્સ અને ઇન્વેસ્ટર સમુદાયના લોકોની હાજરીમાં ભૂમિ પૂજન ( Bhumi Poojan ) બાદ ગૌતમ સિંઘાનિયાએ જણાવ્યું હતું કે “આજે ભારતીયો માટે ભારતના હિતને આગળ વધારવા માટે અયોધ્યામાં પરંપરાની ઊજવણી કરી રહ્યો છું. અહીં અમારા પ્રથમ એથનિક્સ બાય રેમન્ડ સ્ટોરના ઉદ્ઘાટન સાથે અમે એક નવું પ્રકરણ શરૂ કરી રહ્યા છીએ ત્યારે હું આપણા સમૃદ્ધ વારસા દ્વારા સાચા માર્ગ પર ચાલવાના રેમન્ડના સંકલ્પને મજબૂત બનાવવા માટે ( Ayodhya ) ભગવાન શ્રી રામના ( lord Ram ) આશીર્વાદ માંગું છું. અમારો ઉદ્દેશ્ય પરંપરાને આધુનિકતાના તાણાવાણામાં સરળ રીતે વણવાનો છે. આ પ્રસંગે ડીલર્સ અને ટ્રેડ પાર્ટનર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા.”

દિવસનો પ્રારંભ કરતા સિંઘાનિયાએ રેમન્ડના ( Raymond )આગામી સાહસ માટે રામ મંદિર ખાતે પ્રભુના દર્શન કર્યા હતા. સિંઘાનિયાની હાજરીએ પરંપરાને આધુનિકતા સાથે ભેળવવાના રેમન્ડની હંમેશની માન્યતા પર ભાર મૂક્યો હતો અને ચિરકાલિન વારસા તથા સમકાલિન નવીનતાના સમન્વયનું પ્રતીક રજૂ કર્યુ હતું.

આ સમાચાર પણ વાંચો : Indonesia: પ્રધાનમંત્રીએ ઇન્ડોનેશિયાના લોકોને, નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોને અભિનંદન પાઠવ્યા

એથનિક્સ બાય રેમન્ડ 31 ડિસેમ્બર 2023 સુધીમાં સમગ્ર ભારતમાં 105 સ્ટોર્સ ધરાવે છે જે રેમન્ડના ટોટલ રિટેલ નેટવર્કને મજબૂત બનાવતા કુલ આંકને 1,512 સ્ટોર્સ પર લઇ જાય છે.

રામ મંદિરની મુલાકાતે પ્રતિષ્ઠિત ભૂમિ પૂજન સમારંભ પહેલા એક માર્મિક પ્રસ્તાવના હાથ ધરી હતી જે ભારતના સાંસ્કૃતિક તાણાવાણા સાથે રેમન્ડના અને શ્રી સિંઘાનિયાના ઊંડે સુધી રહેલા સંબંધને દર્શાવે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Drone: ડ્રોન (Drone) પાયલોટ બની રાજકોટની શ્રદ્ધાબેન સોરઠીયાએ લખ્યો આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ
Devyani International Sapphire Foods Merger: એક જ છત નીચે આવશે KFC અને Pizza Hut: સફાયર ફૂડ્સ અને દેવયાની ઇન્ટરનેશનલ વચ્ચે મોટી ડીલ, જાણો શેરમાં કેટલી તેજી આવી.
Virar Rename Dwarkadhish Controversy: વિરારનું નામ બદલીને ‘દ્વારકાધીશ’ રાખવાની હિલચાલ? ઉત્તર ભારતીયોનું સમર્થન પણ સોશિયલ મીડિયા પર વિરોધનો વંટોળ.
Maharashtra Weather: ઠંડીમાં ઠર્યું મહારાષ્ટ્ર: પરભણીમાં 6.8 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન ગગડ્યું, હવે મુંબઈગરાઓએ છત્રી રાખવી પડશે તૈયાર
Exit mobile version