Gems & Jewellery Export: GJEPC એ વૈશ્વિક સ્તરે નિકાસ વધારવા માટે કાશ્મીરી જેમ્સ એન્ડ જ્વેલર્સના વેપારીઓ સાથે વ્યૂહાત્મક ચર્ચાઓ શરૂ કરી.. જાણો વિગતે..

Gems & Jewellery Export: જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) નું એક પ્રતિનિધિમંડળ કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (KCCI) અને ઓલ કાશ્મીર ગોલ્ડ ડીલર્સ એસોસિયેશન અને સ્થાનિક જેમ્સ એન્ડ જ્વેલરીના અગ્રણી સભ્યો સાથે પ્રતિનિધિમંડળનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું અને આ જરુરી ચર્ચાઓ કરવામાં આવી હતી.

by Bipin Mewada
Gems & Jewellery Export GJEPC initiates strategic discussions with Kashmiri Gems & Jewelers traders to increase exports globally..

News Continuous Bureau | Mumbai

Gems & Jewellery Export: દુનિયામાં હવે કાશ્મીરી ઘરેણાઓની ચમક વધશે. હા, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કામ કરતી સંસ્થા જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ( GJEPC ) એ આ દિશામાં એક મજબૂત પહેલ કરી છે. સંસ્થાના એક પ્રતિનિધિમંડળે તાજેતરમાં કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ( KCCI ) અને ઓલ કાશ્મીર ગોલ્ડ ડીલર્સ એસોસિએશન ( KGDA ) ના મુખ્ય સભ્યો અને અહીંના જેમ્સ એન્ડ જ્વેલરી ટ્રેડના સભ્યો સાથે આ સંદર્ભે વિગતવાર ચર્ચા કરી હતી. 

જીજેઈપીસીના પ્રમુખે આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, કાશ્મીરના વેપારી સભ્યો સાથે તેમણે ખૂબ જ ઉપયોગી ચર્ચા કરી હતી. તેઓ નિકાસ જ્વેલરીમાં ( Gems & Jewellery ) કાશ્મીર સેફાયરની પ્રાધાન્યતા વધારવા અને સ્થાનિક કારીગરોને અદ્યતન કૌશલ્ય સાથે સશક્ત બનાવવા માટે હાલ પ્રતિબદ્ધ છે. આ પહેલ જેમ્સ અને જ્વેલરી સેક્ટરને વધુ મજબૂત કરવા, તેની વૃદ્ધિ, આંતરરાષ્ટ્રીય માન્યતા અને સેક્ટરમાંથી નિકાસને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયત્નશીલ રહેવાના અમારા મિશન સાથે જોડાયેલી છે. અમે કાશ્મીરી વેપારી ( Kashmiri traders ) સભ્યોનો તેમની ભાગીદારી માટે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં પણ આવા જ ફળદાયી સહયોગની આશા રાખીએ છીએ.

Gems & Jewellery Export: આ સહયોગનો હેતુ કાશ્મીરના ઘરેણાની ચમકને વૈશ્વિક સ્તરે પહોંચાડવાની છે..

જીજેઈપીસીના પ્રમુખે તેમના નિવેદનમાં આગળ કહ્યું હતું કે, ઈરાની અને મધ્ય એશિયાઈ સમુદાયોમાં કાશ્મીરી ઘરેણામાં  તેના રસના મહત્વ માટે સારી રીતે ઓળખાય છે. કાશ્મીરી બિઝનેસ સાથેના અમારા સહયોગનો હેતુ આ ઉત્કૃષ્ટ કારીગરીની વૈશ્વિક પહોંચ અને પ્રભાવને વિસ્તારવાનો છે. આધુનિક ડિઝાઇન સાથે પરંપરાગત કાશ્મીરી કલાત્મકતાના અનોખા મિશ્રણે આ પ્રદેશોના ખરીદદારોને આકર્ષ્યા છે જેઓ દરેક ઘરેણાંમાં કુશળ કારીગરી અને સુંદરતાની ખૂબ પ્રશંસા કરે છે.

આ સમાચાર પણ વાંચો :  Budget 2024: ટ્રિબ્યુનલ્સને મજબૂત કરવા IBCમાં ફેરફાર કરવામાં આવશેઃ નાણામંત્રી સિતારમણ.. જાણો વિગતે..

GJEPCના વાઈસ ચેરમેને આ કાશ્મીર ક્ષેત્રના જેમ્સ અને જ્વેલરીના વેપારને ( kashmiri Gems & Jewellery Trade ) વૈશ્વિક બજારોમાં વિસ્તરણ કરવાની તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે દુબઈમાં IJEX દ્વારા અહીંના ઉત્પાદનોને વિશ્વભરના બજારમાં પ્રમોટ કરવામાં આવશે. નોંધનીય છે કે દુબઈમાં GJEPCનું IJEX વર્ષભરનું B2B ઇવેન્ટ પ્લેટફોર્મ છે. આ દ્વારા, GJEPC સભ્યો તેમના ઉત્પાદનોનું પ્રદર્શન કરી શકે છે અને આંતરરાષ્ટ્રીય ખરીદદારો પાસેથી ઓર્ડર મેળવી શકે છે, UAEમાં તેમની બજાર હાજરીમાં નોંધપાત્ર વધારો કરે છે.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More