ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
20 મે 2020
ટેક્સ રિફંડની રાહમાં રહેતી ઘણી કંપનીઓએ સરકારને દરખાસ્ત કરી છે કે તેમની બાકી રહેલ રકમ માટે પ્રમાણપત્ર આપે જેથી લાંબા ગાળા સુધી ટેક્સ રિફંડની રાહ ના જોવી પડે. સરકારના આ પગલાથી વેપારીઓને પણ ધંધામાં લિકવિડીટી મળી રહેશે કારણ કે રોકડની હાલ ખૂબ તંગી છે જેને કારણે કામગીરી પર અવળી અસર પડવાની શરૂ થઈ ગઈ છે. મોટા મોટા વેપારીઓ અને ઉદ્યોગકારો ઇચ્છી રહ્યા છે કે સરકાર આ પ્રમાણપત્રોને કોલેટરલ તરીકે રાખે અથવા તો ચેક ડિસ્કાઉન્ટની જેમ, બેન્કોને 1-2 ટકાના વ્યાજ દરે ધીરાણ દેવાની મંજૂરી આપે, એમ ETને કહ્યું છે. આમ આવનારા સમયમાં ખર્ચને પહોંચી વળવા આ સજેશન કંપનીઓએ કર્યું છે.
રિફંડનો મુદ્દો અગાઉ ઘણા પણ ઘણાં વ્યવસાયિક સંગઠનો દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ સરકાર દેખાવ કરી રહી હતી કે છે કે પૈસાની કોઈ સમસ્યા નથી.
જ્યારે ઘણા કોર્પોરેટનો દાવો છે કે આમ પણ તેઓને પ્રત્યેક અથવા પરોક્ષ કરમાં કદી પણ 1 કરોડ રૂપિયાથી વધુનું રિફંડ મળતું નથી..