Site icon

Go Air Crisis: વાડિયા પરિવારની રૂ. 1900 કરોડની જમીન હવે વેચાવાની તૈયારીમાં, ગો એરને કારણે લાગ્યો મોટો ઝટકો..

Go Air Crisis: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ ગો એરવેઝને આપવામાં આવેલી લોનની વસૂલાત કરવા માટે થાણેના ઘોડબંદર રોડ પર ભાયંદરપાડામાં સ્થિત વાડિયા રિયલ્ટીની 94 એકર જમીનની હરાજી કરવાનો હવે નિર્ણય લીધો છે. જેમાં તેની પ્રારંભિક કિંમત 1,965 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

Go Air Crisis The Wadia family has Rs. 1900 crores of land is now ready to sell, a big blow due to go air ..

Go Air Crisis The Wadia family has Rs. 1900 crores of land is now ready to sell, a big blow due to go air ..

News Continuous Bureau | Mumbai 

Go Air Crisis: દેશની બંધ થઈ ગયેલી એરલાઈન ગો એરને ( Go Air ) કટોકટીમાંથી ઉગારવાના હવે તમામ રસ્તા લગભગ બંધ થઈ ગયા છે. જેમાં તાજેતરમાં, Ease My Trip CEO એ  પણ હવે આ ડીલમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી હતી. તેમણે સ્પાઈસ જેટના CEO સાથે મળીને વાડિયા ગ્રુપની માલિકીની ગો એરવેઝ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે, હવે નાદારીનો સામનો કરી રહેલી ગો એર માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. જેમાં હવે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ ( Central Bank of India ) મુંબઈમાં વાડિયા ગ્રુપની 94 એકર કિંમતી જમીન વેચવાની તૈયારી કરી લીધી છે. આ જમીનની હરાજી માટે રિઝર્વ પ્રાઇસ 1,965 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.  

Join Our WhatsApp Community

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ ગો એરવેઝને આપવામાં આવેલી લોનની વસૂલાત કરવા માટે થાણેના ઘોડબંદર રોડ પર ભાયંદરપાડામાં સ્થિત વાડિયા રિયલ્ટીની 94 એકર જમીનની હરાજી કરવાનો હવે નિર્ણય લીધો છે. જેમાં તેની પ્રારંભિક કિંમત 1,965 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે. વાડિયા રિયલ્ટીની જમીન ગો એરવેઝની ગેરેન્ટર રહી હતી. જો કે, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ઉપરાંત આ જમીન બેંક ઓફ બરોડા ( Bank of Baroda ) અને આઈડીબીઆઈ બેંક ( IDBI Bank ) પાસે પણ ગીરવી રાખવામાં આવી હતી.

 Go Air Crisis: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા આ હરાજી 22 જુલાઈએ કરવા જઈ રહી છે…

રિપોર્ટ અનુસાર, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા આ હરાજી 22 જુલાઈએ કરવા જઈ રહી છે. એક અંદાજ મુજબ રૂ. 3,918 કરોડની લોનનો મોટો હિસ્સો આ વેચાણમાંથી વસૂલવામાં આવશે. હરાજીમાં ભાગ લેવા માટે રિઝર્વ પ્રાઇસના 5 ટકા એટલે કે અંદાજે રૂ. 98 કરોડ જમા કરાવવાના રહેશે.

આ સમાચાર  પણ વાંચો :  International Yoga Day: સચિવ (માહિતી અને પ્રસારણ) અને સચિવ (આયુષ) એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ની આઉટરીચ પ્રવૃત્તિઓ માટેની તૈયારીઓની સમીક્ષા કરી

નુસ્લી વાડિયાની માલિકીનું વાડિયા ગ્રુપ ( Wadia Group ) તેના પ્રખ્યાત બિઝનેસ બોમ્બે ડાઈંગ અને બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ માટે જાણીતું છે. ગયા વર્ષે વાડિયા ગ્રૂપે લોનની ચુકવણી કરવા માટે મુંબઈના વર્લીમાં આવેલી તેની જમીન પણ વેચી દીધી હતી. તો ગો એરે ગયા વર્ષે નાદારી જાહેર કરવા માટે અરજી કરી હતી.

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version