થઈ જાઓ વિમાન યાત્રા માટે તૈયાર- આ એરલાઈન્સ એક સીટ સિલેક્શન અને ભોજન મફત આપી રહી છે

by Dr. Mayur Parikh
DGCA fines Go First Airlines Rs 10 lakh for flying away without passengers

News Continuous Bureau | Mumbai 

બજેટ એરલાઇન કંપની(buddget airline company) ગો ફર્સ્ટ(Go First) એ દેશના 75મા સ્વતંત્રતા દિવસ(Independece day)ના અવસર પર એક ખાસ ઓફર લોન્ચ કરી છે. કંપનીએ તેને ફ્રીડમ ઓફર(freedom offer) નામ આપ્યું છે. એરલાઇન કંપનીના જણાવ્યા અનુસાર, આ ઓફર હેઠળ ટિકિટ બુક(tikcet book) કરાવનારાઓને ફ્રી સીટ સિલેક્શન(free seat selection) સાથે ફ્રી ભોજનનો લાભ મળશે.

મુંબઈ(Mumbai) સ્થિત એરલાઈન ગો ફર્સ્ટે ટ્વિટર પર ફ્રીડમ ઑફર(Freedom offer) વિશે માહિતી આપી છે. આ સ્પેશિયલ ઑફર હેઠળ, હવાઈ મુસાફરી કરનાર મુસાફર કોઈપણ વધારાનો ચાર્જ ચૂકવ્યા વિના પોતાની પસંદગીની સીટ પસંદ કરી શકશે. આ ઓફરમાં મુસાફરોને મુસાફરી દરમિયાન મફત ભોજન પણ આપવામાં આવશે. ફ્રીડમ ઓફર હેઠળ 30 ઓગસ્ટ 2022 સુધી ટિકિટ બુક કરાવી શકાય છે. બુક કરેલી ટિકિટ 25મી જુલાઈથી 31મી ઓગસ્ટ સુધી મુસાફરી કરી શકશે. તેમજ જે મુસાફરો મુંબઈ, અમદાવાદ અને પુણે જઈ રહ્યા છે તેઓ આ ઓફરનો લાભ લઈ શકશે.

આ સમાચાર પણ વાંચો : તૈયાર રહેજો-હજુ વધશે લોનના હપ્તા-RBI કરી શકે છે રેપો રેટમાં આટલા બેસિસ પોઈન્ટનો વધારો

ગો ફર્સ્ટ એરલાઇનને 'લો કોસ્ટ કેરિયર' (Low cost carrier) તરીકે ગણવામાં આવે છે કારણ કે મુસાફરો આ એરલાઇન્સ દ્વારા ઓછી કિંમતે ટિકિટ બુક કરી શકે છે. ગયા મહિને એરલાઇને મોનસૂન સ્પેશિયલ ઓફર(Monsoon special offer)ની જાહેરાત કરી હતી. આ ઑફર 31 માર્ચ, 2023 સુધી માન્ય છે અને તે મુજબ ડોમેસ્ટિક ટ્રાવેલ (domestic travel) માટે ટિકિટની કિંમત રૂ. 1499 થી શરૂ થઈ છે. આ ઓફર 7મીથી 10મી જુલાઈ સુધી હતી. અને તે સમયગાળા દરમિયાન બુક કરેલી ટિકિટ 26મી જુલાઈ 2022થી 31મી માર્ચ 2022 સુધી મુસાફરી કરી શકાશે. પહેલા આવો ફર્સ્ટ કમ ફર્સ્ટ ગેટ(first come first gate)ને આધારે પ્રાથમિકતા આપવામાં આવશે અને લોકો આ ઓફરનો લાભ લઈ શકશે.

દરમિયાન, ગો ફર્સ્ટ એરલાઇન કંપની યુગલો માટે રૂ. 1000ના મૂલ્યનું મફત ફૂડ હેમ્પર અને પરિવારો માટે રૂ. 2000નું મફત ફૂડ હેમ્પર ઓફર કરી રહી છે. આ ઓફરનો લાભ 25 સપ્ટેમ્બર 2022 સુધી લઈ શકાશે. આ બુકિંગનો સમયગાળો છે અને મુસાફરીનો સમયગાળો 7મી સપ્ટેમ્બરથી 28મી સપ્ટેમ્બર 2022 સુધીનો રહેશે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More