Site icon

Godrej Agrovet: ગોદરેજ એગ્રોવેટ ત્રિપુરામાં સ્થાપશે ઓઈલ પામ પ્રોસેસિંગ મિલ, ખેડૂતોને વ્યાપક સમર્થન પૂરું પાડવા માટે આ સેન્ટર પણ કરવામાં આવશે શરૂ.

Godrej Agrovet :આરએન્ડડી સેન્ટર ઊભું કરશે જે સ્થાનિક વાતાવરણની પરિસ્થિતિઓ પ્રમાણે અનુકૂળ હોય તેવા બિયારણો વિકસાવશે. ઓઈલ પામ ફાર્મર્સને વ્યાપક ટેકો આપવા માટે વન-સ્ટોપ સોલ્યુશન સેન્ટર સમાધાન ઊભું કરશે.

Godrej Agrovet to set up oil palm processing mill in Tripura

Godrej Agrovet to set up oil palm processing mill in Tripura

News Continuous Bureau | Mumbai

Godrej Agrovet: ગોદરેજ એગ્રોવેટ લિમિટેડે (જીએવીએલ) આજે ​​જાહેરાત કરી હતી કે તેનો ઓઇલ પામ પ્લાન્ટેશન બિઝનેસ (ઓપીપી) ( Oil Palm Plantation)  ત્રિપુરામાં ઓઇલ પામ પ્રોસેસિંગ મિલિંગની સ્થાપના કરશે. આ યુનિટ રાજ્યના ધલાઈ જિલ્લામાં સ્થાપવામાં આવશે, જ્યાં કંપની હાલમાં વાર્ષિક 3 લાખની ક્ષમતા સાથે નર્સરી ચલાવે છે અને તેને વધારીને 5 લાખ પ્રતિ વર્ષ કરવાની યોજના ધરાવે છે. આ સ્થળે કંપની ઓઈલ પામ માટે એક અદ્યતન આરએન્ડડી સેન્ટર પણ સ્થાપશે. આ ઉપરાંત ઓઈલ પામ ખેડૂતોને ( Oil Palm Farmers ) વ્યાપક સમર્થન પૂરું પાડવા માટે વન સ્ટોપ સોલ્યુશન એવું સમાધાન સેન્ટર પણ શરૂ કરવામાં આવશે. 

Join Our WhatsApp Community

ત્રિપુરા ( Tripura ) સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ બાબતોના પ્રધાન માનનીય રતન લાલ નાથ દ્વારા આ મિલનું ( Oil Palm Processing Mill  ) ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મિલ તથા આરએન્ડડી સેન્ટરના શિલાન્યાસ પ્રસંગે મલેશિયાના એસડી ગુથરી પ્લાન્ટેશન્સના હેડ ઓફ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડો. હરિકૃષ્ણ કુલવીરિસિંગમ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઓઇલ પામ જીનોમના અભ્યાસ અને ડીકોડિંગના બે દાયકાથી વધુના અનુભવ સાથે, તેઓ સ્થાનિક સ્તરે ઉચ્ચ ઉપજ આપતા ટકાઉ ઓઈલ પામ વિકસાવવા માટે કંપનીને માર્ગદર્શન આપશે.

 ઓગસ્ટ 2021માં નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ – ઓઇલ પામ (NMEO-OP) ની રજૂઆત બાદ, ત્રિપુરા સરકારે ( Tripura  Government ) ઓછામાં ઓછી 7,000 હેક્ટર જમીનને પામની ખેતી હેઠળ લાવવાની યોજના શરૂ કરી છે. આ પ્રસંગે ટિપ્પણી કરતા ત્રિપુરા સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ બાબતોના પ્રધાન માનનીય રતન લાલ નાથે જણાવ્યું હતું કે, “નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ – ઓઇલ પામ (NMEO-OP) ની સફળતામાં નિર્ણાયક ભૂમિકા ભજવતા, ત્રિપુરાની સરકાર એક ઇકો-સિસ્ટમ બનાવવા માટે પ્રતિબદ્ધ છે જે રાજ્યના તેલ પામ ખેડૂતો માટે ફાયદાકારક હોય અને જમીનનો ઉપયોગ તે પાક માટે સૌથી યોગ્ય હોય. રાજ્યમાં ઓઇલ પામ પ્રોસેસિંગ મિલ આવવાથી, અમારા ખેડૂતો હવે રાજ્યમાં તેમની ઉપજ વેચી શકશે. અમે ગોદરેજ એગ્રોવેટ જેવા વિશ્વાસપાત્ર અને ભરોસાપાત્ર ભાગીદારો સાથે ભાગીદારી કરવા માટે ઉત્સાહિત છીએ, જેઓ રાજ્યમાં તેલ પામના ખેડૂતોના ઉત્થાન માટે ચોક્કસપણે તેમની કુશળતાનો લાભ લેશે. સમાધાન કેન્દ્ર સ્થાપવાનો તેમનો નિર્ણય માત્ર હાલના ઓઈલ પામ જ નહીં, પણ નવા ઓઈલ પામના ખેડૂતોને પણ મદદ કરશે, જેનાથી રાજ્યની સંભવિતતામાં તેમની મજબૂત માન્યતા પ્રદર્શિત થશે.”

ગોદરેજ એગ્રોવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર બલરામ સિંહ યાદવે જણાવ્યું હતું કે “અમે ઓઇલ પામ ખેડૂતોનું ઉત્થાન કરવાના અમારા સામાન્ય મિશનમાં પૂરા દિલથી સમર્થન આપવા બદલ ત્રિપુરા સરકારના આભારી છીએ. તેમના દ્વારા બનાવવામાં આવી રહેલી અનુકૂળ ઇકો-સિસ્ટમ ખરેખર પ્રોત્સાહક છે.”

આ સમાચાર પણ વાંચો:  Indian Farmers: ભારતીય કૃષિનું અમૃતકાળ: જગતના તાત માટે મોદી સરકાર કરી રહી છે આ ખાસ પ્રયાસો.

 “અમને વિશ્વાસ છે કે આજની જાહેરાત ન કેવળ ખેડૂતોને તેમની ઉપજ અમને સીધી વેચવામાં મદદ કરશે, પરંતુ રોજગાર પેદા કરવામાં અને વ્યવસાયની સમગ્ર વેલ્યુ ચેઇન સાથે જોડાયેલા વ્યવસાયોને પ્રોત્સાહન આપવામાં પણ મદદ કરશે. અમને વિશ્વાસ છે કે ત્રણ દાયકાથી વધુની અમારી કુશળતાનો ઉપયોગ કરીને, રાજ્યનો ટેકો અને વિશ્વાસ ક્ષમતા ચોક્કસપણે અમને ઓઇલ પામની આયાત પર નિર્ભરતા ઘટાડવાની રાષ્ટ્રની યાત્રામાં યોગદાન આપવાની તક પૂરી પાડશે” એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આરએન્ડડી કેન્દ્ર સ્થાપવાના નિર્ણય અંગે ગોદરેજ એગ્રોવેટ લિમિટેડના ઓઈલ પામ પ્લાન્ટેશન બિઝનેસના સીઈઓ સૌગત નિયોગીએ જણાવ્યું હતું કે, “ટકાઉપણાને નફાકારકતા પહેલા રાખતી સંસ્થા તરીકે ઓઇલ પામની ખેતીમાં ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપવાનો અમારો પ્રયાસ છે. તેની સાથે સંલગ્ન રહીને અમે પ્રદેશમાં એક અદ્યતન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપવાનું નક્કી કર્યું છે. અહીં અમારી વૈજ્ઞાનિકોની ટીમ સ્થાનિક આબોહવાની પરિસ્થિતિઓ અને રાજ્યની આબોહવાને અનુરૂપ બીજ વિકસાવવા જીનોમિક્સનું કાર્ય કરશે. અમે આ કેન્દ્રમાંથી નવીનતાઓને દેશના અન્ય ભાગોમાં લઈ જવાની આશા રાખીએ છીએ.’

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Exit mobile version