News Continuous Bureau | Mumbai
ગોદરેજ એન્ડ બોય્સના બિઝનેસ યુનિટ ગોદરેજ એપ્લાયન્સિસે તેના એર કુલર બિઝનેસ માટે દેશ વ્યાપી સપ્લાય ચેઇન ઊભી કરવા અને તેનું સંચાલન કરવાનો કોન્ટ્રાક્ટ ભારતની સૌથી મોટી ફુલ્લી ઇન્ટીગ્રેટેડ પ્રોવાઇડર દિલ્હીવેરી લિમિટેડને આપ્યો છે. આ ભાગીદારી દ્વારા ગોદરેજ એર કુલર્સનાં બજાર પ્રસારને વધારવા માટે તેનાં ઇન્ટીગ્રેટેડ વેરહાઉસિંગ અને ડિસ્ટ્રીબ્યુશન સોલ્યુશનનો ઉપયોગ કરશે.
દિલ્હીવેરી અને ગોદરેજ એપ્લાયન્સિસે દેશવ્યાપી જરૂરિયાત પૂરી કરવા માટે ગાઝીયાબાદ (એનસીઆર)માં નવા વેરહાઉસનું સંયુક્ત ઉદઘાટન કર્યું હતું. દિલ્હીવેરીના એન્ડ-ટુ-એન્ડ સપ્લાય ચેઇન પ્લેટફોર્મ સાથે ગોદરેજ સિસ્ટમ્સનું ઇન્ટીગ્રેશન સિંગલ, ટેકનોલોજી-એનેબલ્ડ પ્લેટફોર્મ દ્વારા એન્ડ-ટુ-એન્ડ સપ્લાય ચેઇન સુનિશ્ચિત થશે.
ઊર્જા બચત અને કાર્યક્ષમતા વધે અને જ્યાં ઉનાળામાં સૌથી વધુ ગરમી હોય છે તેવાં ઉત્તર અને મધ્ય ભારતમાં ગ્રાહકોને રાહત પૂરી પાડવા માટે ઇન્વર્ટર ટેકનોલોજી દાખલ કરનાર ગોદરેજ પ્રથમ કંપની હતી. બ્રાન્ડ સંખ્યાબંધ નવી ઓફર સાથે આ કેટેગરીમાં તેની હાજરી વધારવાની યોજના ધરાવે છે.
આ સમાચાર પણ વાંચો: 1 ફેબ્રુઆરીથી 6 નિયમો બદલાશે, સામાન્ય જનતાને નવા નિયમ કેટલી કરે છે અસર?
આ જાહેરાત અંગે ટિપ્પણી કરતા ગોદરેજ એપ્લાયન્સિસના પ્રોડક્ટ હેડ (એર કુલર્સ) અમિત જૈને જણાવ્યું હતું કે, “ગોદરેજ તેનાં બ્રાન્ડ વિશ્વાસ ઉપરાંત મજબૂત સેલ્સ અને સર્વિસ નેટવર્ક ધરાવે છે. અમે નવા ક્ષેત્રમાં પ્રવેશવા તેનો ઉપયોગ કરીએ છીએ ત્યારે અમારી પાસે એવાં ભાગીદાર હોવા જોઇએ જે અમારી પ્રોડક્ટ્સને નાના ટાઉન અને શહેરો સહિત દેશભરમાં અમારી પ્રોડક્ટ્સની ઝડપી ઉપલબ્ધિ કરવા કિફાયતી રીતે મદદ કરી શકે. એર કુલર્સ અત્યંત સીઝનલ કેટેગરી છે અને તેથી ઝડપી ડિલિવરી અને વારંવારનાં ફેરા આ કેટેગરીની વૃધ્ધિમાં મહત્વની ભૂમિકા ભજવશે. દિલ્હીવેરીનાં ટેકનોલોજી આધારિત સપ્લાય ચેઇન સોલ્યુશન્સને કારણે અમે અમારા બિઝનેસ માટે ભાગીદાર બનાવ્યા છે. ”
આ ભાગીદારી અંગે ટિપ્પણી કરતા દિલ્હીવેરીના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ (સપ્લાય ચેઇન સોલ્યુશન્સ) રાજાગણેશ સેતુપતીએ જણાવ્યું હતું કે, “ગોદરેજ એપ્લાયન્સિસ માટે પસંદગીનાં ભાગીદાર બનવા બદલ અમે આનંદ વ્યક્ત કરીએ છીએ અને તેમની સાથે લાંબા ગાળાનાં સંબંધો માટે આશાવાદી છીએ. અમારાં સપ્લાય ચેઇન સોલ્યુશન્સના વપરાશકારો કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, વ્હાઇટ ગુડ્ઝ, ઓટોમોટિવ સ્પેરપાર્ટ્સ, ઇન્ડસ્ટ્રીયલ્સ, ફાર્મા, હેલ્થકેર, એફએમસીજી, રિટેલ, ઇ-કોમર્સ અને ન્યૂ એજ d2c બ્રાન્ડ્સ જેવાં સેક્ટર્સમાં છે. અમે વિશ્વસનીયતા અને લોજિસ્ટિક્સની ગુણવત્તા વધારવાની સાથે સાથે ઓછા ખર્ચમાં મહત્તમ વળતર પૂરું પાડે છે. “
આ સમાચાર પણ વાંચો: શેરબજારમાં ‘મંદી’ નો માહોલ યથાવત, સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે પણ સેન્સેક્સ ડાઉન, તો નિફ્ટી..
દિલ્હીવેરીના કન્ઝ્યુમર બિઝનેસ હેડ (સપ્લાય ચેઇન સોલ્યુશન્સ) વિવેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, “અમારી LTL અને FTL સર્વિસિસમાં માત્ર ટ્રાન્સપોર્ટેશન સર્વિસિસ સાથે શરૂ થયેલી અમારી યાત્રા યુનિફાઇડ ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન સુધી પહોંચી છે. અમને વિશ્વાસ છે કે અમારું મોડલ ગોદરેજ એપ્લાયન્સિસ માટે ઇચ્છિત પરિણામો જન્માવશે અને માત્ર ટિયર વન અને ટુ શહેરો જ નહીં પણ ટિયર 3,4 અને 5 માર્કેટ્સની સતત વધતી જતી માંગને પહોંચી વળવા ડિસ્ટ્રીબ્યુશન કરીને એર કુલર માર્કેટમાં ઊંચો બજાર હિસ્સો આંચકવામાં તેમને મદદ કરશે.”