Site icon

ગોદરેજ એન્ડ બોય્સે રૂ. 2000 કરોડથી વધુ મૂલ્યના ઓર્ડર્સ મેળવ્યાં

બિઝનેસે નાણાકીય વર્ષ 2023માં સૌથી વધુ ઓર્ડર ઇનફ્લો હાંસલ કર્યો

Godrej & Boyce paid Rs. Received orders worth more than 2000 crores

Godrej & Boyce paid Rs. Received orders worth more than 2000 crores

News Continuous Bureau | Mumbai

મુંબઇ, 11 મે, 2023: ગોદરેજ એન્ડ બોય્સ મેન્યુફેક્ચરિંગ લિમિટેડના બિઝનેસ યુનિટ ગોદરેજ ઇલેક્ટ્રિકલ્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સના પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ રિન્યૂએબલ એનર્જી (પીઆઇઆરઇ) બિઝનેસે પાવર ટ્રાન્સમીશન, રેલવે અને સોલર પ્રોજેક્ટ્સ પાસેથી રૂ. 2000 કરોડથી વધુ મૂલ્યના ઓર્ડર્સ મેળવ્યાં છે. આ પ્રોજેક્ટ્સમાં સમગ્ર ભારતમાં 400 કેવી અને 765 કેવીના ઇએચવી સબસ્ટેશન માટે ઇપીસી, મુંબઇમાં 220 કેવી અન્ડરગ્રાઉન્ડ કેબલ સાથે જીઆઇએસ સબસ્ટેશન તથા નેપાળમાં 132 કેવી સબસ્ટેશન પ્રોજેક્ટ સામેલ છે.

Join Our WhatsApp Community

સોલર સેગમેન્ટમાં કંપનીને પશ્ચિમ બંગાળમાં 20 મેગાવોટના ગ્રાઉન્ડ-માઉન્ટેડ સોલર પ્લાન્ટનો એવોર્ડ મળ્યો છે. આ ઓર્ડર આગામી ત્રણ વર્ષમાં પોતાના સૌર ઇપીસી પોર્ટફોલિયોને વાર્ષિક 30 ટકા સુધી વધારવા અને ઉર્જા સંરક્ષણને પ્રોત્સાહન આપવાના બિઝનેસના ઉદ્દેશ્યને સપોર્ટ કરે છે.

આ સમાચાર પણ વાંચો: પાકિસ્તાન હિંસા: સરકાર વિરોધી પ્રદર્શન કરનાર લોકો હવે સંરક્ષણ સંસ્થાઓને નિશાન બનાવી રહ્યા છે.

ટ્રેક્શન સબસ્ટેશન અને સંલગ્ન કામગીરીના નિર્માણ માટે ભારતીય રેલવે પાસેથી રૂ. 900 કરોડથી વધુના પ્રોજેક્ટ સાથે રેલવે ઇલેક્ટ્રિફિકેશનમાં બિઝનેસે પ્રવેશ કર્યો છે. આ પ્રોજેક્ટ ભારતના રેલવેના આધુનિકિકરણ અને ટકાઉ પરિવહનના વિઝન સાથે સુસંગત છે. આ પ્રોજેક્ટ વર્તમાન નવી દિલ્હી-હાવડા રૂટ તથા નવી દિલ્હી-મુંબઇ રૂટ ઉપર મથુરા-પાલવાલ વચ્ચે સ્પીડ પ્રતિ કલાક 160થી વધારીને પ્રતિ કલાક 200 કરવાના ‘મિશન રફ્તાર’નો હિસ્સો છે.

ગોદરેજ ઇલેક્ટ્રિકલ્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ રાઘવેન્દ્ર મિરજીએ કહ્યું હતું કે, “આ ઓર્ડર્સ પાવર ટ્રાન્સમીશન સેક્ટરને મજબૂત કરવા તથા રેલવે અને આંતરરાષ્ટ્રીય સેગમેન્ટ્સમાં પ્રવેશવા વૈવિધ્યકરણની રણનીતિ સાથે સુસંગત છે. પાવર ટ્રાન્સમીશનમાં સબસ્ટેશન ઓર્ડર્સ સાથે અમે વર્તમાન પાવર યુટિલિટી સાથે નોન-યુટિલિટી ક્લાયન્ટ્સને સામેલ કરવા અમારા ગ્રાહકોના આધારને હવે વૈવિધ્યસભર બનાવ્યો છે. આ ઓર્ડર્સ સાથે જીએન્ડબીએ તેના પોર્ટફોલિયોને સમગ્ર ભારતમાં અને નેપાળમાં ઇએચવી કેબલ, ઇએચવી સબસ્ટેશન, ટ્રેક્શન સબસ્ટેશન અને સોલર પ્રોજેક્ટ્સમાં વિસ્તાર્યો છે. અમે આ નોંધપાત્ર પરિવર્તન માટે ભારતીય રેલવે સાથે ભાગીદારી કરતાં ઉત્સાહિત છીએ. આગામી સમયમાં અમે આ પ્રકારની વધુ તકો મેળવવાની આશા રાખીએ છીએ તેમજ નવા સેગમેન્ટ્સને સેવા આપીને ભારતમાં માળખા અને પાવર ટ્રાન્સમીશનમાં સુધારામાં યોગદાન આપીશું.”

Petrol-Diesel Price Today:૨૬ જાન્યુઆરીએ પેટ્રોલ-ડીઝલ સસ્તું થયું કે મોંઘું? પ્રજાસત્તાક પર્વે તેલ કંપનીઓએ જાહેર કર્યા નવા ભાવ; જાણો તમારા શહેરની સ્થિતિ
Gold Silver Rate Today: સોનાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો: શું ભાવ ₹1.60 લાખે પહોંચશે? અમદાવાદ, સુરત અને મુંબઈના લેટેસ્ટ રેટ્સ પર એક નજર
Gold-Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં ફરી રેકોર્ડબ્રેક ઉછાળો; અમદાવાદ અને મુંબઈ સહિતના શહેરોમાં જાણો આજનો લેટેસ્ટ રેટ.
Budget 2026 Expectations: મધ્યમ વર્ગના ખિસ્સામાં આવશે વધુ પૈસા! ટેક્સ સ્લેબમાં ધરખમ ફેરફારની તૈયારી; જાણો બજેટ ૨૦૨૬માં મોદી સરકારની શું છે ખાસ ગિફ્ટ.
Exit mobile version