News Continuous Bureau | Mumbai
- વિવિધ કેટેગરીઝમાં આઠ ઇનોવેટિવ પ્રોડક્ટ્સને ડિઝાઇનમાં ઉત્કૃષ્ટતા બદલ એવોર્ડ્સ એનાયત કરાયા
Godrej Enterprises : ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપના બિઝનેસ યુનિટ લૉક્સ એન્ડ આર્કિટેક્ચરલ સોલ્યુશન્સને તેની અગ્રણી આઠ પ્રોડક્ટ્સ માટે પ્રતિષ્ઠિત ઈન્ડિયા ડિઝાઇન માર્ક એવોર્ડ 2024માં સન્માનિત કરવામાં આવી છે. આ સન્માન ઇનોવેશન, શ્રેષ્ઠ કાર્યક્ષમતા અને અત્યાધુનિક ડિઝાઇન માટે કંપનીની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે.
આ એવોર્ડ વિજેતા પ્રોડક્ટ્સમાં હોમ ડેકોર હેન્ડલ્સ HDH 01, HDH 02, HDH 03, HDH 06, HDH 07 અને HDH 10 તથા સ્લાઇડિંગ ડૉર્સ માટે વોર્ડરોબ સાઇડ લૉક અને કેટસ હોટલ ઇન્ટરકનેક્ટેડ લૉકનો સમાવેશ થાય છે. આ પ્રોડક્ટ્સ આધુનિક ભારતીય ઘરોની જરૂરિયાતો સંતોષવા માટે નવા અભિગમો રજૂ કરે છે અને વધુ સારો વપરાશ, ટકાઉપણું અને સુંદર અપીલ પૂરી પાડે છે. આ પ્રોડક્ટ્સ નવા ઉદ્યોગ ધોરણો સ્થાપે છે અને સમકાલિન લિવિંગ સ્પેસીસમાં સરળ ઇન્ટિગ્રેશન સુનિશ્ચિત કરે છે.
ગોદરેજ એન્ટપ્રાઇઝીસ ગ્રુપના લૉક્સ એન્ડ આર્કિટેક્ચરલ સોલ્યુશન્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ શ્રી શ્યામ મોટવાણીએ જણાવ્યું હતું કે નવીનતા અને ડિઝાઇનમાં ઉત્કૃષ્ટતા એ લૉક્સ એન્ડ આર્કિટેક્ચરલ સોલ્યુશન્સના કેન્દ્રમાં રહેલા છે. દરેક પ્રોડક્ટમાં ડિઝાઇનનો વિચાર સમાયેલો છે જે સુનિશ્ચિત કરે છે કે દરેક સોલ્યુશન્સ વ્યવહારુ લાભ આપે અને આર્કિટેક્ચર તથા ડિઝાઇનના લેટેસ્ટ ટ્રેન્ડ્સ સાથે સંકલિત રહે. દર વર્ષે પ્રતિષ્ઠિત ઈન્ડિયા ડિઝાઇન માર્ક એવોર્ડ્સ જીતવા તે ઘરની સુરક્ષા, કાર્યદક્ષતા અને સુંદરતામાં નવા ઉદ્યોગ ધોરણો સ્થાપવા માટેની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે. ભારતના પ્રથમ મેડ ઈન ઈન્ડિયા IoT9 ડિજિટલ લૉકમાં અગ્રેસર રહેવાથી માંડીને આર્કિટેક્ચરલ ફિટિંગ્સ અને સિસ્ટમ્સમાં અમારા પોર્ટફોલિયોમાં નવીનતા લાવવા સુધી અમે સુરક્ષા અને ડિઝાઇનની સીમાઓ ઓળંગવાનું ચાલુ રાખીએ છીએ. દર વર્ષે આ સન્માન મેળવવું તે ઉત્કૃષ્ટતા પ્રત્યે અમારી અદ્વિતીય પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. તે અમને વધુ આગળ જવા માટે અને ગ્રાહકોની અપેક્ષાઓ સાથે મેળ ખાય તેવા જ નહીં પરંતુ તેનાથી આગળ વધે તેવા સોલ્યુશન્સ બનાવવા તેમજ ઘરોને વધુ સ્માર્ટ, સુરક્ષિત અને વધુ સ્ટાઇલિશ બનાવે તેવા સોલ્યુશન્સ બનાવવા માટે પ્રેરિત કરે છે.
આ સમાચાર પણ વાંચો: GSEB SSC, HSC Exam 2025: બોર્ડની પરીક્ષા માટે તૈયાર છો? ધો.૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા પૂર્વે વિદ્યાર્થી અને વાલીઓ માટે જાહેર કરાઈ એડવાઈઝરી
બ્રાન્ડ હોમ સેફ્ટી અને આર્કિટેક્ચરલ સોલ્યુશન્સમાં આગળ વધવા માટે પ્રતિબદ્ધ છે ત્યારે લૉક્સ એન્ડ આર્કિટેક્ચરલ સોલ્યુશન્સ ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે અત્યાધુનિક ટેક્નોલોજી અને યુઝર-કેન્દ્રિત ડિઝાઇનનો લાભ લેવા માટે સમર્પિત રહે છે. ઈન્ડિયા ડિઝાઇન માર્ક એવોર્ડ 2024 એ ઉત્કૃષ્ટતા માટેની તેની અદ્વિતીય ખોજ માટેનું પ્રમાણ છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.