News Continuous Bureau | Mumbai
Ayushman Khurrana: ભારતમાં ‘તિજોરી’ની સમાનાર્થી ગણાતી ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સે ( Godrej Security Solutions ) આજે બોલિવૂડ સ્ટાર ( Bollywood star ) અને બ્રાન્ડ એમ્બેસેડર ( Brand Ambassador ) આયુષ્માન ખુરાના ( Ayushmann Khurrana ) સાથે તેમના નવીનતમ કેમ્પેઈન ( campaign ) ‘દેશ કી તિજોરી’ ( Desh Ki Tijori ) લોન્ચ કર્યું હતું. બ્રાન્ડ કે જે ગોદરેજ ગ્રુપની ( Godrej Group ) ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બોયસનું ( Godrej & Boyce ) બિઝનેસ યુનિટ છે, તેના પ્લેટફોર્મ સિક્યોર 4.0 દ્વારા નવીનતાઓ અને ટેક સક્ષમ સોલ્યુશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
‘દેશ કી તિજોરી’ કેમ્પેઈન જણાવે છે કે કેવી રીતે 1902માં ગોદરેજ દ્વારા ભારતમાં બનાવેલ પ્રથમ લોકર નવીનતમ ડિજિટલ લોકર્સ સુધી, આ પ્રોડક્ટ ભારતના ઘરોમાં અનેરું સ્થાન મેળવી ચૂકી છે. ગોદરેજ સિક્યોરિટી સોલ્યુસન્સના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ શ્રી પુષ્કર ગોખલેએ જણાવ્યું કે કેવી રીતે આજના વિકસતા સમયમાં, જ્યાં એસ્થેટિક્સ અને ઘરની સજાવટ ઘરના માલિકો દ્વારા ઘણી વખત કેન્દ્રસ્થાને હોય છે, ત્યારે કોઈ અઘટિત ઘટના બને તેની પહેલા જ ગ્રાહકોને ઘરની સુરક્ષાને પ્રાથમિકતા આપવાના મહત્વ વિશે શિક્ષિત કરવા જરૂરી છે. તે ઉપરાંત, જેમ જેમ સ્માર્ટ હોમ ડિવાઈસનો ટ્રેન્ડ ચાલુ રહે છે, તે જરૂરી છે કે હોમ સિક્યોરિટી બ્રાન્ડ્સ પણ સ્માર્ટ હોમ ટેક્નોલોજી સાથે સક્ષમ હોય, કારણ કે આજે ગ્રાહકો વધુ ટેક-ઈન્ટિગ્રેટેડ સોલ્યુશન્સ પસંદ કરી રહ્યા છે.

Godrej Security Solutions launches ‘Desh Ki Tijori’ campaign with brand ambassador Ayushmann Khurrana
વાનની અંદર ડિઝાઇન કરાયેલું સ્માર્ટ હોમ હોમ સિક્યોરિટી લોકર, વીડિયો ડોર ફોન, હોમ સિક્યોરિટી કેમેરા અને સીસીટીવી કેમેરા સુધીની સ્માર્ટ હોમ સિક્યોરિટી પ્રોડક્ટ્સની વ્યાપક રેન્જનું પ્રદર્શન કરે છે. વેનની અંદરનું સ્માર્ટ હોમ એક શક્તિશાળી પહેલનું પ્રતિનિધિત્વ કરે છે જેનો ઉદ્દેશ્ય ઘરના માલિકોને સ્માર્ટ હોમ સિક્યોરિટી સોલ્યુશન્સ અપનાવવા અને ઘરની સુરક્ષાને પ્રાથમિકતા આપવા માટે પ્રેરણા આપવા અને માર્ગદર્શન આપવાનો છે.

Godrej Security Solutions launches ‘Desh Ki Tijori’ campaign with brand ambassador Ayushmann Khurrana
ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ શ્રી પુષ્કર ગોખલેએ જણાવ્યું હતું કે: “એક બ્રાન્ડ તરીકે તેણે માત્ર ભારતીય ઘરોને જ નહીં, પરંતુ બેન્કિંગ, જ્વેલરી, હોસ્પિટાલિટી અને ઘણા મુખ્ય ક્ષેત્રોની સુરક્ષામાં પણ ફાળો આપ્યો છે. અમે સિક્યોર 4.0 અમ્બ્રેલા હેઠળ લોન્ચ કરી રહ્યા છીએ તે અમારા ઇનોવેશન્સના પ્રતિભાવમાં હકારાત્મક પ્રતિસાદ જોઈને મને આનંદ થાય છે.
ભારતની સૌથી પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સ પૈકીની એક તરીકે, ‘દેશ કી તિજોરી’ પાછળનો વિચાર એક એવી પ્રોડક્ટને પ્રદર્શિત કરવાનો હતો કે જેના પર લોકોએ ઘણા દાયકાઓથી વિશ્વાસ કર્યો છે, અને એવી કેટેગરી કે જે જોખમી લેન્ડસ્કેપને કારણે ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો સાથે સતત વિકસિત થઈ રહી છે.
આ પહેલના ભાગ રૂપે, અમે અમારી લેટેસ્ટ હોમ સિક્યોરિટી ઈનોવેશન્સ દર્શાવવા માટે ખાસ કરીને “ચાર (4) વાન” ડિઝાઇન કરી છે અને આ વાન મુંબઈથી શરૂ કરીને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણમાં પ્રવાસ શરૂ કરશે. અમારું લક્ષ્ય ભારતના 100 શહેરોને 100 દિવસથી ઓછા સમયમાં આવરી લેવાનું છે અને હોમ સિક્યોરિટી સ્પેસની અંગે જાગૃતિ ફેલાવવાનું અને અમારા ગ્રાહકોને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરવાનું છે”.

Godrej Security Solutions launches ‘Desh Ki Tijori’ campaign with brand ambassador Ayushmann Khurrana
મને ખૂબ જ આનંદ થાય છે કે અમારા બ્રાન્ડ એમ્બેસેડર આયુષ્માન આજે અમારી સાથે છે, કારણ કે તેઓ સુરક્ષામાં રોકાણ કરવાના મહત્વ વિશે અને વ્યક્તિની માનસિક શાંતિ અંગે ભારતીય ઘરો સુધી અમારા વિચારોનો પહોંચાડે છે”.
ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સના બ્રાન્ડ એમ્બેસડર અને બોલિવૂડ સ્ટાર આયુષ્માન ખુરાનાએ જણાવ્યું હતું કે “હું ઘણી મુસાફરી કરું છું અને ઘરની બહાર ઘણો સમય વિતાવું છું એટલે હું મારા ઘર અને તેની આસપાસની સુરક્ષાનું મૂલ્ય સંપૂર્ણપણે સમજું છું. ઘણા બધા ભારતીયોની જેમ હું પણ મારા ઘરમાં ગોદરેજ સાથે ઉછર્યો છું. કોઈને કોઈ સ્વરૂપે અને ગોદરેજ સિક્યુરિટી સોલ્યુશન્સ સાથે સંકળાયેલું હોવું એ ખરેખર સન્માનની વાત છે. મને એક જૂની ‘તિજોરી’ યાદ છે જે મારા પરિવાર પાસે હતી અને તે ઘરની કિંમતી ચીજવસ્તુઓ સુરક્ષિત રાખવાના પ્રતીક તરીકે જોવામાં આવતી હતી. આજે, મને વધુ તકનીકી સક્ષમ અને ડિજિટલી સમજદાર પ્રોડક્ટ્સ જોઈએ છે. મને ખૂબ આનંદ છે કે હું હજી પણ મારા ‘મનની શાંતિ’ માટે ગોદરેજ ‘તિજોરી’ પર વિશ્વાસ કરી શકું છું. મારી પાસે બાયોમેટ્રિક સ્કેનર્સ સાથેનું ખૂબ જ સરસ ડિજિટલ લોકર છે. આજનું કેમ્પેઈન બરાબર આ જ છે કે તિજોરી અથવા ગોદરેજ હોમ લોકર સતત વિકસિત થઈ રહ્યા છે અને ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સ માત્ર અમારા ઘરો માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે સતત નવીનતાઓ પર કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે તે જોઈને હું ખૂબ જ રોમાંચિત છું કારણ કે ગ્રાહક તરીકે આપણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છીએ. આપણે ઈચ્છીએ છીએ કે આપણા ઘરના લોકર અને બેંક લોકરને સર્વશ્રેષ્ઠ રીતે સુરક્ષિત કરવામાં આવે!”

Godrej Security Solutions launches ‘Desh Ki Tijori’ campaign with brand ambassador Ayushmann Khurrana
નવીનતા અને સુરક્ષા પ્રત્યે અડગ પ્રતિબદ્ધતા સાથે, ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સ વ્યવસાયો અને વ્યક્તિઓની વિકસતી જરૂરિયાતોને સંબોધતી એડવાન્સ્ડ પ્રોડક્ટ્સ રજૂ કરીને ઈન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ્સને ફરીથી વ્યાખ્યાયિત કરવાનું ચાલુ રાખે છે. સિક્યોર 4.0 એ ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સ દ્વારા બદલાયેલા જોખમો અંગે જાગૃતિ ફેલાવવા અને શ્રેષ્ઠ સુરક્ષા પગલાં પર અપગ્રેડ કરવા વિશે વપરાશકર્તાઓને જાગૃત બનાવવાની પહેલ છે.

Godrej Security Solutions launches ‘Desh Ki Tijori’ campaign with brand ambassador Ayushmann Khurrana