ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
30 નવેમ્બર 2020
જેમને ત્યાં સાચે જ કોઈ પ્રસંગ છે અને જેઓ ખરેખર સોનાના ખરીદારો છે તેમના માટે સારા સમાચાર છે. કારણકે બજારમાં સોનાનાં ભાવો ગગડી રહયાં છે. ભારતમાં ઓક્ટોબર અને નવેમ્બર લગ્ન અને વાર તહેવારોની સિઝન ગણાય છે. તેનાથી સોનાના ભાવ પર દબાણ આવે તેવી સંભાવના હતી.. જો કે, ફરી લોકડાઉન લાગવાની અટકળો અને અર્થવ્યવસ્થાના પતનને કારણે ખરીદદારો સોનાની ખરીદી તરફ વળ્યા હતા. નવેમ્બરમાં સોનું રૂ .2,600 ની નીચે આવી ગયું હતું. હાલ સોનામાં ઉચ્ચ સ્તરે રૂ .4,000 નો ઘટાડો થયો છે.
@ સોનામાં એક જ મહિનાનાની અંદર આટલો મોટો ઘટાડો બજારનું શું વલણ છે સૂચવે છે?
સૌથી મોટું પરિબળ કોરોનાની રસી છે. એકલા ભારતમાં, ત્રણ કંપનીઓની રસી અંતિમ તબક્કામાં છે. રશિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ આવતા મહિને બે રસી શરૂ કરશે તેવી સંભાવના છે. જેના પગલે સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે. કોરોના રોગચાળાને પગલે રોકાણકારો શેર બજારમાંથી તેમના પૈસા પાછા ખેંચી સોનામાં રોકાણ કરી રહયાં હતાં. જેને લીધે સોનાના ભાવ 57,000 ની ઐતિહાસિક ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયા હતાં.
ઓગસ્ટમાં સોનું 56,379 રૂપિયાને સ્પર્શી ગયું હતું.. જોકે વાયદા બજારમાં સોનાનો ભાવ આ અઠવાડિયે 10 ગ્રામ દીઠ રૂ. 48,106 પર ટ્રેડ કરે છે. સપ્તાહના છેલ્લા દિવસે સોનામાં રૂ .411 નો ઘટાડો થયો હતો. નોંધનીય છે કે ગુરુવારે સોનું 48,517 રૂપિયા પર બંધ થયું હતું. આ દર સોનાના ઉચ્ચ સ્તર કરતા 8,200 રૂપિયા ઓછો છે.
આ દર વધુ ઘટવાની સંભાવના છે કારણ કે બજારમાં વધુ કોરોના રસી ઉપલબ્ધ થવા જઈ રહી છે. હવે ફરી રોકાણકારો સોનામાંથી પૈસા ઉપાડી રહ્યા છે. આવનારા દિવસોમાં માર્કેટ સ્થિર થવાની આશાએ લોકો ફરી શેરબજાર તરફ વળી રહયાં છે.