News Continuous Bureau | Mumbai
Gold Price Drop 30 Jan:કોમોડિટી માર્કેટમાં અત્યારે ભારે અસ્થિરતાનો માહોલ છે. 4 લાખની નજીક પહોંચેલી ચાંદીમાં ગુરુવારે મોટા ઘટાડા બાદ હવે સોનાના ભાવમાં પણ ગાબડું પડ્યું છે. આજે 30 જાન્યુઆરીની સવારે સોનાના ભાવમાં અંદાજે ₹7,000 નો ઘટાડો જોવા મળ્યો છે. રોકાણકારો દ્વારા કરવામાં આવેલા નફાતુલ ને કારણે કિંમતોમાં આ નરમાઈ આવી છે.આજે સવારે 9:15 વાગ્યે, 5 ફેબ્રુઆરી 2026ની ડિલિવરીવાળું સોનું અંદાજે 4.37% ઘટીને ₹1,62,000 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. અગાઉ આ ભાવ ₹1,69,403 પર બંધ થયો હતો. વૈશ્વિક સ્તરે હાજર સોનું પણ 0.5% ઘટીને 5,342.70 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયું છે.
ગિરાવટ છતાં ભાવ કેમ ઊંચા છે?
ભલે આજે ભાવમાં ઘટાડો થયો હોય, પરંતુ જાન્યુઆરી મહિનો સોના માટે 1980 પછીનો સૌથી શ્રેષ્ઠ મહિનો સાબિત થયો છે. આ મહિનામાં સોનાએ આશરે 24% અને ચાંદીએ 62% થી વધુ વળતર આપ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા ભૂ-રાજકીય તણાવને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ (Safe-haven) તરીકે સોના તરફ વળ્યા હતા, જેના કારણે કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચી હતી.
આ સમાચાર પણ વાંચો : Ajit Pawar Demise: નિધન પહેલા અજિત પવારે લીધો હતો ઐતિહાસિક નિર્ણય, 8 ફેબ્રુઆરીએ થવાની હતી જાહેરાત
આજના લેટેસ્ટ ભાવ (30 જાન્યુઆરી, 2026)
સ્થાનિક બજારમાં સોના-ચાંદીના અંદાજિત ભાવ નીચે મુજબ છે:
24 કેરેટ સોનું: ₹1,78,860 પ્રતિ 10 ગ્રામ
22 કેરેટ સોનું: ₹1,63,960 પ્રતિ 10 ગ્રામ
ચાંદી (ગુરુવારના કડાકા બાદ): રેકોર્ડ સ્તરથી આશરે ₹65,000 નીચે.
પ્લેટિનમ: 2% ઘટીને 2,600 ડોલર પ્રતિ ઔંસ.
રોકાણકારો માટે શું છે સંકેત?
નિષ્ણાતોના મતે, બજારમાં અત્યારે ભારે વોલેટિલિટી છે. એક તરફ યુદ્ધના ડરથી ભાવ વધે છે, તો બીજી તરફ ઊંચા ભાવે રોકાણકારો સોનું વેચીને નફો કમાઈ રહ્યા છે. ડોલરના મૂલ્યમાં ઘટાડો અને અમેરિકી વ્યાજ દરો અંગેની અનિશ્ચિતતા હજુ પણ કિંમતોને ટેકો આપી રહી છે, તેથી ઘટાડો લાંબો સમય ટકશે કે કેમ તે જોવું રહ્યું.
