Gold Price Fall: સોનાની ચમક પડી ઝાંખી, ભાવમાં જોરદાર ઘટાડો, ચાંદીના ભાવ પણ તૂટ્યા.. જાણો શું છે નવો ભાવ..

Gold Price Fall: માર્ચ મહિનામાં સોના અને ચાંદીના ભાવમાં વધારો શરૂ થયો હતો, જેમાં એપ્રિલ મહિનામાં પણ ભારે વધઘટ જોવા મળી હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે અને મંગળવારે પણ સોનાના ભાવમાં રૂ.500નો ઘટાડો નોંધાયો હતો. જાણો શું છે હવે નવા ભાવ..

by Bipin Mewada
Gold Price Fall The luster of gold has dimmed, the price has fallen sharply, the price of silver has also fallen.

News Continuous Bureau | Mumbai 

Gold Price Fall: બુલિયન માર્કેટમાં સોનું અને ચાંદી ખરીદી કરવા ગયેલા ગ્રાહકો માટે એક રાહતના સમાચાર છે. છેલ્લા બે મહિનામાં આંતરરાષ્ટ્રીય તેમજ સ્થાનિક બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. સોના અને ચાંદીના ભાવ ( Gold Silver Price ) રોકેટ ગતિએ સર્વકાલીન ઊંચાઈએ પહોંચી ગયા હતા. માર્ચ મહિનામાં સોના અને ચાંદીના ભાવમાં આ વધારો શરૂ થયો હતો, જેમાં એપ્રિલ મહિનામાં પણ ભારે વધઘટ જોવા મળી હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે અને મંગળવારે પણ સોનાના ભાવમાં રૂ.500નો ઘટાડો નોંધાયો હતો. 

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ( Multi Commodity Exchange ) પર સોનું ઘટીને હવે રૂ. 70,000 પ્રતિ 10 ગ્રામ થઈ ગયું હતું. જ્યારે ચાંદી રૂ. 1,200થી વધુના ઘટાડા સાથે રૂ. 81,280 પ્રતિ કિલો પર આવી હતી. ગયા મહિને સોનાની કિંમત 74 હજાર રૂપિયાને પાર કરી ગઈ હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં સોનાની ( Gold Rate ) કિંમતમાં લગભગ 4 હજાર રૂપિયાનો ઘટાડો થયો છે.

 Gold Price Fall: મંગળવારે સવારે 995 શુદ્ધતાના 10 ગ્રામ સોનાની કિંમત ઘટીને હવે 71,675 રૂપિયા થઈ ગઈ હતી..

16 એપ્રિલ, 2024ના રોજ, MCX પર સોનાનો ભાવ રૂ. 74,000ની નજીક પહોંચ્યો હતો, પરંતુ ત્યારથી ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો અને માત્ર 14 દિવસમાં સોનું રૂ. 4,000 ઘટીને રૂ. 70,980 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું. દરમિયાન, મંગળવારે સોનાના ભાવમાં ( Gold Rate today )  માત્ર રૂ. 622નો ઘટાડો થયો હતો અને 16 એપ્રિલે ચાંદીનો ( Silver price ) જૂન વાયદો રૂ. 85,000 પ્રતિ 10 કિલો હતો, જે હવે રૂ. 4,000 પ્રતિ કિલોગ્રામની આસપાસ ઘટીને રૂ. 81,280 થઈ ગયો હતો.

આ સમાચાર પણ વાંચો : Maruti Suzuki Hybrid Car: મારુતિ સુઝુકી ભારત માટે સસ્તી હાઇબ્રિડ કાર તૈયાર કરી રહી છે.. જાણો વિગતે..

સત્તાવાર વેબસાઇટ ibjarates.com અનુસાર, મંગળવારે સવારે 995 શુદ્ધતાના 10 ગ્રામ સોનાની કિંમત ઘટીને હવે 71,675 રૂપિયા થઈ ગઈ હતી, જ્યારે 22 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 65,918 રૂપિયા હતી. આ સિવાય મંગળવારે 18 કેરેટ સોનું 53,972 રૂપિયા અને 14 કેરેટ સોનું 42,098 રૂપિયા સસ્તું થયું હતું. દરમિયાન, એક કિલો ચાંદી 80,047 રૂપિયામાં ઉપલબ્ધ છે.

નોંધનીય છે કે, ગયા મહિને, એમસીએક્સ પર સોના અને ચાંદીના ભાવ સર્વકાલીન ઊંચાઈ પર પહોંચી ગયા હતા. સોનાની કિંમત 74,000 રૂપિયાની આસપાસ પહોંચી ગઈ હતી, જ્યારે ચાંદીની કિંમત 85,000 રૂપિયાથી વધુ હતી. એપ્રિલ મહિનામાં સોનાના ભાવમાં રૂ. 6,000 અને ચાંદીના ભાવમાં રૂ. 9,000ની આસપાસનો વધારો થયો હતો. જો કે હવે બંને ધાતુમાં ભાવ ધડાટો જોવા મળી રહ્યો છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More