Site icon

સોનાના ભાવમાં થશે વધારો- તહેવારોની સિઝનમાં ખરીદી પર નહીં પડે અસર- રૂપિયો પહેલીવાર 82ની પાર થયો બંધ

News Continuous Bureau | Mumbai

એક અનુમાન અનુસાર પીળી ધાતુની કિંમત(Yellow metal price) 2020 ની તુલનામાં લગભગ 3,000 ઓછી રહેશે. તે સમયે સોનું(Gold) 56,000ના સ્તરે હતું. આ સિવાય ધનતેરસ અને દિવાળી જેવા તહેવારોની સિઝનમાં(festive season) લોકો સોનાની ખરીદીને(buying gold) શુકન માને છે. આ કારણોસર, ખરીદી પર વધુ અસર થશે નહીં.

Join Our WhatsApp Community

ગત 5 ટ્રેડિંગ સેશનમાં(trading session) તેજી બાદ આગામી દિવસોમાં સોનાના ભાવમાં(price of gold) વધુ વધારો થવાની શક્યતા છે. તેનું મુખ્ય કારણ સોનાની ઓછી આયાત સિવાય ચીન અને તુર્કી છે. જોકે, કિંમતોમાં વધારો તહેવારોની સિઝનમાં સોનાની ખરીદી પર અસર કરશે નહીં. હકીકતમાં, ICBC સ્ટાન્ડર્ડ બેંક, જેપી મોર્ગન અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક(JP Morgan and Standard Chartered Bank) ભારતમાં મોટાભાગનું સોનું સપ્લાય કરે છે. તેઓ તહેવારોની સિઝનમાં વધુ સોનું માંગે છે અને પોતાની પાસે રાખે છે. જો કે, ઓછા પ્રીમિયમને કારણે આ બેંકો ભારતના સોનાના પુરવઠામાં(gold supply) ઘટાડો કરી રહી છે. તેઓ ચીન અને તુર્કીને(China and Turkey) ઉંચી કિંમતે સોનું વેચી રહ્યા છે.

આવી સ્થિતિમાં તહેવારોની સિઝનમાં દેશમાં સોનાની અછતને કારણે કિંમતો વધી શકે છે. કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયાએ જણાવ્યું હતું કે, પુરવઠામાં ઘટાડો અને આયાતમાં ઘટાડાથી દિવાળી સુધીમાં સોનાના ભાવ વધીને 53,000 સુધી પહોંચી શકે છે જે હાલમાં 52,000 છે.

આમ છતાં, પીળી ધાતુની કિંમત 2020 ની તુલનામાં લગભગ 3,000 ઓછી રહેશે. તે સમયે સોનું 56,000ના સ્તરે હતું. આ સિવાય ધનતેરસ અને દિવાળી જેવા તહેવારોની સિઝનમાં લોકો સોનાની ખરીદીને શુકન માને છે. આ કારણોસર, ખરીદી પર વધુ અસર થશે નહીં.

આ સમાચાર પણ વાંચો : Online Sale- ગમે તેટલો વિરોધ કરો પણ લોકોને ઓનલાઈન ખરીદી જ પસંદ છે- સાત દિવસમાં 40000 કરોડનું ઓનલાઈન વેચાણ થયું- દર મિનીટે 1000 મોબાઈલનું વેચાણ- જાણો વિગતો અહીં

કિંમતો વધારવામાં ચીન-તુર્કીની ભૂમિકા

આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક(International benchmarks) કિંમત સામે ભારતમાં સોનાનું પ્રીમિયમ(Gold premium) ઘટીને માત્ર એકથી બે ડોલર થયું છે, જે ગયા વર્ષે તહેવારોની સિઝનમાં 4 ડોલર હતું. આ બેંકોને ચીનમાં 20 થી 45 ડોલર સુધીનું પ્રીમિયમ મળી રહ્યું છે. તુર્કીમાં 80 ડોલર સુધીનું પ્રીમિયમ ઉપલબ્ધ છે. એક બેંક અધિકારીનું કહેવું છે કે બેંકો સોનું ત્યારે જ વેચશે જ્યાં તેમને વધુ કિંમત મળશે. અત્યારે ચીન અને તુર્કી વધારે પ્રીમિયમ ચૂકવી રહ્યા છે.

આયાતમાં 30 ટકાનો ઘટાડો થયો છે

સપ્ટેમ્બરમાં ભારતમાં સોનાની આયાતમાં 30%નો ઘટાડો થયો છે. તેનાથી વિપરીત, તુર્કીમાં આયાત 543 % અને ચીનમાં 40 % વધી છે. કેડિયાએ કહ્યું કે, ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં સામાન્ય રીતે સોનાની ઊંચી આયાત થાય છે. ગત વર્ષે સમાન ત્રિમાસિક ગાળામાં લગભગ 1,000 ટન સોનાની આયાત કરવામાં આવી હતી, પરંતુ આ વખતે આયાત ઘટી છે.

બેંકો પાસે પણ 10% ઓછી અનામત છે

સૂત્રોનું કહેવું છે કે ભારતની મોટાભાગની ગોલ્ડ સપ્લાય બેંકો પાસે એક વર્ષ પહેલા કરતા આ વખતે 10 % ઓછો અનામત છે. મુંબઈના એક વેપારીએ કહ્યું કે, આ સમયે સ્ટોકમાં કેટલાય ટન સોનાની જરૂર હતી, પરંતુ તે માત્ર કેટલાક કિલોમાં જ છે.

સોનું 497 રૂપિયા મોંઘુ, ચાંદી સસ્તી

દિલ્હી બુલિયન માર્કેટમાં(Delhi Bullion Market) ગુરુવારે સોનું 497 રૂપિયા વધીને 52,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. રૂપિયો નબળો પડવાથી અને વૈશ્વિક બજારમાં (global market) કિંમતી ધાતુઓના ભાવમાં વધારાને કારણે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં વધારો થયો છે. જોકે, ચાંદી 80 રૂપિયા સસ્તી થઈને 61,605 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : ડોલરની વધી ઊંચાઈ – રૂપિયો આટલા પૈસા ગગડીને રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચ્યો – જાણો આંકડા

HDFC સિક્યોરિટીઝના દિલીપ પરમારે જણાવ્યું હતું કે, કોમેક્સમાં સોનાના ભાવમાં વધારો થયો છે. તહેવારોની માંગ અને ઓછા પુરવઠાને કારણે સ્થાનિક સોનાના ભાવમાં વધારો થયો છે.

વૈશ્વિક બજારમાં સોનું 1,722.6 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું. ચાંદી 20.68 ડોલર પ્રતિ ઔંસ હતી.

રૂપિયો પ્રથમ વખત 82ની ઉપર બંધ થયો છે

ક્રૂડ ઓઈલના ભાવમાં(crude oil prices) વધારો અને વિદેશી બજારમાં અમેરિકી ચલણ(US currency) મજબૂત થવાને કારણે ગુરુવારે રૂપિયો ડોલર સામે 55 પૈસા ઘટીને 82.17ની સર્વકાલીન નીચી સપાટીએ બંધ રહ્યો હતો. આ પહેલીવાર છે જ્યારે રૂપિયો 82ની ઉપર બંધ થયો છે.

તેલ આયાતકારો તરફથી ડોલરની ભારે માંગ અને ફેડરલ રિઝર્વ (Federal Reserve) દ્વારા વ્યાજદરમાં વધુ વધારાની આશંકાએ સ્થાનિક ચલણ પર દબાણ ઉમેર્યું હતું. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં(interbank foreign exchange market) રૂપિયો 81.52ના સકારાત્મક સ્તરે ખુલ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Airtel 5G Plus- આઠ શહેરમાં થયું લૉન્ચ- પ્લાનની શરૂઆતની કિંમત 249 રૂપિયા

Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Exit mobile version