Gold Price Today: સસ્તું થવાને બદલે સોનું થયું મોંઘું! સતત બીજા દિવસે ભાવમાં જંગી વધારો, જાણો 22 અને 24 કેરેટના આજના ભાવ.

દિલ્હીમાં સોનાના ભાવમાં ₹10 નો સામાન્ય વધારો, જ્યારે ચાંદી ₹100 સસ્તી થઈ; ઇરાન-અમેરિકા તણાવની અસર બજાર પર જોવા મળી.

by samadhan gothal
Gold Price Today Gold Rates Surge Ahead of Akshaya Tritiya; Check 22K and 24K Prices in Mumbai, Delhi, and Ahmedabad.

News Continuous Bureau | Mumbai 
Gold Price Today ભારતીય ઝવેરી બજારમાં છેલ્લા કેટલાક દિવસોથી મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. એક દિવસના ઘટાડા બાદ આજે સતત બીજા દિવસે સોનાની ચમકમાં વધારો થયો છે. જોકે, બીજી તરફ ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજાર અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઇરાન-અમેરિકા વિવાદની સીધી અસર કિંમતી ધાતુઓના ભાવ પર જોવા મળી રહી છે.

મુખ્ય શહેરોમાં સોનાના ભાવ (10 ગ્રામ દીઠ)

આજે બુધવારે, 15 એપ્રિલના રોજ ભારતના પ્રમુખ શહેરોમાં સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે. દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,54,090 પર પહોંચ્યો છે, જ્યારે મુંબઈ અને અમદાવાદમાં તે ₹1,53,940 થી ₹1,53,990 ની વચ્ચે ટ્રેડ થઈ રહ્યો છે. નોંધનીય છે કે બે દિવસ પહેલા સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹1480 સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ હવે ફરીથી ભાવમાં વધારો થવાની શરૂઆત થઈ છે.

ચાંદીના ભાવમાં ₹100 નો ઘટાડો

ચાંદીની વાત કરવામાં આવે તો, એક દિવસની સ્થિરતા બાદ આજે ભાવમાં ₹100 નો નજીવો ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હીમાં આજે ચાંદી ₹2,54,900 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. ચેન્નાઈમાં ચાંદી સૌથી મોંઘી છે, જ્યાં એક કિલોનો ભાવ ₹2,65,100 પર પહોંચી ગયો છે. નિષ્ણાતોના મતે, હાલમાં ચાંદી પર નફાવસૂલીનું દબાણ જોવા મળી રહ્યું છે, જેના કારણે ભાવમાં આંશિક ઘટાડો થયો છે.

આ સમાચાર પણ વાંચો : Middle East Crisis: મધ્ય પૂર્વમાં ચીનનો માસ્ટરપ્લાન: શી જિનપિંગે રજૂ કર્યો 4 મુદ્દાનો ‘શાંતિ પ્રસ્તાવ’, અમેરિકાના વર્ચસ્વને આપી ખુલ્લી ચેતવણી!

ઇરાન-અમેરિકા યુદ્ધની બજાર પર અસર

બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું ઇરાન-અમેરિકા યુદ્ધ સોના-ચાંદીના ભાવમાં અસ્થિરતાનું મુખ્ય કારણ છે. અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો નિષ્ફળ રહેતા અનિશ્ચિતતા વધી છે. જો યુદ્ધ લાંબુ ખેંચાશે તો સોનાના ભાવમાં હજુ પણ મોટો ઉછાળો જોવા મળી શકે છે. રોકાણકારો અત્યારે સલામત રોકાણ તરીકે સોના તરફ વળી રહ્યા છે, જેના કારણે માંગમાં સતત વધારો થઈ રહ્યો છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More