Gold Price Today: સોનું થયું સસ્તું! યુદ્ધવિરામની અસરથી કિંમતોમાં મોટો ઘટાડો, લગ્નની સીઝન પહેલા ખરીદી કરનારાઓ માટે લોટરી

અમેરિકા-ઈરાન શાંતિ વાર્તાની અસર બજાર પર; દિલ્હીમાં સોનું ₹1,500 ગગડ્યું, ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો.

by samadhan gothal
Gold Price Hike સોનાના ભાવમાં ₹૩૩૫૦નો ઉછાળો, ચાંદી પણ ₹૮૫૪૦ વધી શું બજારમાં

News Continuous Bureau | Mumbai

Gold Price Today રોકાણકારો અને સોનાના ખરીદદારો માટે શુક્રવારની સવાર રાહતના સમાચાર લઈને આવી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધવિરામ બાદ વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. અનિશ્ચિતતા ઘટતા રોકાણકારોએ નફો બુક કર્યો છે, જેના કારણે સ્થાનિક બજારમાં પણ કિંમતો નીચે આવી છે. ૧૦ એપ્રિલના રોજ ભારતના અગ્રણી શહેરોમાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.રાજધાની દિલ્હીમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ₹૧,૫૦૦ ઘટીને ₹૧,૫૧,૬૨૦ પર પહોંચી ગયો છે. મુંબઈમાં આ ભાવ ₹૧,૫૧,૪૭૦ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો સ્પોટ ભાવ ૪,૭૮૯.૬૭ ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે. હોર્મુઝની સામુદ્રધૂની ખુલવાની આશા અને તણાવ હળવો થતા બજાર પરનું દબાણ ઓછું થયું છે.

મુખ્ય શહેરોમાં સોનાના લેટેસ્ટ ભાવ (પ્રતિ 10 ગ્રામ)

ગઈકાલની સરખામણીએ આજે સોનાના ભાવમાં અંદાજે 1% જેટલો ઘટાડો નોંધાયો છે, જેના કારણે વિવિધ શહેરોમાં કિંમતોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ગુજરાતના અમદાવાદમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,38,890 અને 24 કેરેટનો ભાવ ₹1,51,520 રહ્યો છે. આર્થિક રાજધાની મુંબઈ અને પુણેમાં ભાવ સરખા જોવા મળ્યા છે, જ્યાં 22 કેરેટ માટે ₹1,38,840 અને 24 કેરેટ માટે ₹1,51,470 કિંમત નક્કી થઈ છે. દેશની રાજધાની દિલ્હીમાં 22 કેરેટ સોનું ₹1,38,990 અને 24 કેરેટ ₹1,51,620 પર ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે ચેન્નાઈમાં કિંમતો થોડી વધુ જોવા મળી છે, ત્યાં 22 કેરેટનો ભાવ ₹1,39,990 અને 24 કેરેટનો ભાવ ₹1,52,720 સુધી પહોંચ્યો છે.

ચાંદીના ભાવમાં ₹7,800 નો તોતિંગ કડાકો

સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ મોટી વેચવાલી જોવા મળી છે. દિલ્હીના સરાફા બજારમાં ચાંદીનો ભાવ એક જ દિવસમાં ₹૭,૮૦૦ એટલે કે ૩.૧૦ ટકા જેટલો ઘટીને પ્રતિ કિલો ₹૨,૪૩,૨૦૦ ના સ્તર પર આવી ગયો હતો. જોકે, આજે સવારે કિંમતમાં થોડો સુધારો થતા ભાવ ₹૨,૫૪,૯૦૦ પ્રતિ કિલોની આસપાસ છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે જાન્યુઆરીમાં ચાંદી ₹૪ લાખને પાર કરી ગઈ હતી.

આ સમાચાર પણ વાંચો: Pakistan Defense Minister Khawaja Asif: ઈઝરાયેલના ખોફથી પાકિસ્તાનમાં ફફડાટ! રક્ષા મંત્રીએ રાતોરાત પોતાની જ પોસ્ટ્સ ડિલીટ કરી, જાણો કેવી રીતે નેતન્યાહુ સામે ઝૂક્યું પાકિસ્તાન

શું ભાવ હજુ ઘટશે?

બજારના નિષ્ણાતો માને છે કે જો અમેરિકા અને ઈરાન વચ્ચેનો યુદ્ધવિરામ લાંબો સમય ટકશે અને હોર્મુઝના માર્ગે તેલ તથા ગેસનું પરિવહન સામાન્ય થશે, તો કિંમતી ધાતુઓના ભાવમાં હજુ પણ ઘટાડો થઈ શકે છે. જોકે, પશ્ચિમ એશિયામાં ફરી તણાવ વધશે તો સોનું ફરી સુરક્ષિત રોકાણ તરીકે ઉભરી આવશે અને ભાવ વધી શકે છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More