News Continuous Bureau | Mumbai
સોનાના ભાવમાં(Gold Price) સતત ઉછાળો રહ્યો છે. તેથી સામાન્ય માણસો માટે સોનું ખરીદવાનું(gold purchase) ગજાની બહાર જઈ રહ્યું છે ત્યારે છેલ્લા 10 દિવસમા સોનાના ભાવ ઘટાડો જોવા મળ્યો છે. તે માટે ડોલરની(Dollar) મજબૂત સ્થિતિને જવાબરદાર માનવામાં આવી રહ્યું છે.
દસ દિવસ પહેલા એક તોલા (10 ગ્રામ) સોનાનો ભાવ 52,500 રૂપિયા ચાલી રહ્યો છે, જેમાં શુક્રવારે આ દરમાં ઘટાડો થયો હતો. શુક્રવારના આ દર ઘટીને 51,100 રૂપિયા થઈ ગયો હતો. અલબત્ત, દસ દિવસમાં ભાવમાં રૂ.1400નો ઘટાડો થયો હતો. બુલિયન બિઝનેસના(bullion business) નિષ્ણાતોનું કહેવું છે કે વિશ્વભરમાં વ્યાજદરમાં સતત વધારો અને ડૉલરની મજબૂતાઈની સીધી અસર સોનાના દર પર પડી છે.
છેલ્લા થોડા વર્ષમાં એવું જોવા મળ્યું હતું કે સોનાના ભાવમાં સતત વધારો થયો છે. ગયા વર્ષે પ્રતિ ગ્રામનો દર 55,000 રૂપિયા જેટલો ઊંચો પહોંચ્યો હતો. જો કે ત્યાર બાદ તેની કિંમતો રૂ.51,000 થી રૂ.52,000 પ્રતિ ગ્રામ થઈ ગઈ હતી.
બજારના નિષ્ણાતોના(Market experts) કહેવા મુજબ અમેરિકાની બેંકોએ(American bank) વ્યાજદરમાં(Interest rate) વધારો કરવાનો નિર્ણય લીધો છે. તે બેંકો વ્યાજદરમાં કેટલો વધારો કરે છે તેના પર વ્યાજ દર સોનાના દર(Gold rate) નિર્ભર રહેતા હોય છે.