ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
18 મે 2020
લોકડાઉન 4 ના પહેલા દિવસે સોનાનો ભાવ વિક્રમજનક સપાટીએ પહોંચી ગયો છે. શુક્રવારે દસ ગ્રામ સોનાનો ભાવ 47,067ની ઓલટાઇમ હાઈ પર પહોંચી ગયો હતો. આ રેકોર્ડ આજે તૂટી ગયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ રૂ. 881 વધી રૂ. 47,948 પર પ્રતિ દસ ગ્રામ રહ્યો છે. તે જ સમયે, ચાંદીના વાયદા લગભગ 3 ટકા વધીને 48,053 પ્રતિ કિગ્રા થયા છે. સોનાના ભાવમાં તેજીનું કારણ કોરોના મહામારી ફાટી નીકળ્યો હોવાથી રોકાણકારો માટે સોનું પહેલી પસંદ બની ગયું છે. તેવું નિષ્ણાતોનું માનવું છે. તો બીજું નોંધપાત્ર કારણ યુ.એસ. અને ચીન વચ્ચેની વધતી દુશ્મનાવટ રહી છે. તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજાર મુજબ 2021 સુધીમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 80 હજાર સુધી પહોંચી શકે છે. બેન્ક ઓફ અમેરિકા સિક્યુરિટીઝના વિશ્લેષકોએ આગાહી કરી છે કે 2021 ના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાનો ભાવ $3000 સુધી પહોંચી શકે છે. જો $3000 ને આજના ભારતીય રૂપિયામાં રૂપાંતરિત કરવામાં આવે તો આ રકમ રૂ 2,28,855 છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ઔંસ મુજબ નક્કી કરવામાં આવે છે. એક ઔંસનું વજન 28.34 ગ્રામ હોય છે..